મારી લાગણીઓની સરવાણી


મારી દશાની મારા ઉપર કંઈ અસર નથી;
નિશ્ચિંત છું  હું, જાણે  કશી  યે ફિકર નથી.

પુષ્પોના સ્મિતમાંય ખુશાલીના ગીત છે;
એ ઓર વાત છે, કોઈ શબ્દો કે સ્વર નથી.

આપ્યું છે એમણે શું તને પણ કંઈ વચન;
ઓ રાત! તુજને કેમ જવાની ફિકર નથી?

લોકો કહે છે,  "આજ દિવાળીની રાત છે."
સંભવ છે એવું હોય મને તો ખબર નથી.

દુનિયાથી હાથ ઉઠાવીને બેઠો છું આજકાલ;
આવી શકે તો આવ, હવે કોઈ ડર નથી.

વીતી હો  જેને  એ જ દયાળુ બની શકે;
દુઃખની પરખ કોઈને અનુભવ વગર નથી.

છે  કેટલા  પ્રકાર  રુદનના  એ જોઈ લો ;
એ ના જુઓ કે પાંપણો અશ્રુથી તર નથી. 

"ઓજસ" મળી ગઈ છે ગુલોમાં જગ્યા મને
ઝાકળ છું,હું કે ખાર છું, એની ખબર નથી.

-"ઓજસ" પાલનપુરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: