મારી લાગણીઓની સરવાણી


હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,
હાય,મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
ઝિંદગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી  રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છૂટ્યું!

પણ હતું-એમનાથી નહિ બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું!

સ્વપ્નમાં એમનાથી રસ મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમના પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું!

તું અને પાર  પામશે એનો?
બુદ્ધિ તારું ન ગાંડપણ છૂટ્યું!

કોણ "શયદા" મને દિલાસો દે!
ચાલ,તારું જીવન-મરણ છૂટ્યું!

-શયદા
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: