આગમન જેવું.


કદી  વસ્તીભર્યું  લાગ્યું  કદી  વેરાન   વન  જેવું,
જવાનીમાં જીવન પર થઇ શક્યું ક્યાં કંઈ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો,થોડી શબનમ હુંય વરસાવું,
તમારી  યાદ રૂપે  છે  હૃદયમાં  કંઈ  સુમન  જેવું.

કોઈ જો સ્હેજ   છેડે  છે  તો એ શરમાઈ જાએ છે,
તમે દિલમાં વસ્યા છો તો થયું છે દિલ દુલ્હન જેવું.

તમે રીસાતે ના તો  પાનખરનો  ક્રમ ન જળવાતે,
અમારી  ભૂલ કે  દિલને  સજાવ્યુંતું   ચમન જેવું.

હવે  તો  "સૈફ" ઈચ્છા છે  કે મૃત્યુ  દ્વાર ખખડાવે,
ઘડીભર  તો  મને  લાગે  કોઈના  આગમન જેવું.

-"સૈફ" પાલનપુરી

3 thoughts on “આગમન જેવું.

Leave a reply to ચંદ્રકાંત માનાણી Cancel reply