મારી લાગણીઓની સરવાણી


આજે રોડ એકદમ સુમસામ છે.અને કેમ ના હોય લોંગ વિકેન્ડ ચાલી રહ્યા છે.શનિવારના વરમહાલક્ષ્મી, રવિવારની રજા અને સોમવારના ૧૫મી ઓગસ્ટ ….છે ને લોંગ વિકેન્ડ.પાછું કાલનું પણ કઈ ના કહેવાય અન્નાજી અનશન પર બેસવાના છે કાલે પણ રજા હોઈ શકે. કાલે સાંજે બિગબાઝાર ગયાં હતા બાપુજી, ઝરણાં, અને હું. ત્યાં ખુબ જ ગરાકી.સ્કીમ ચાલે છે કે ૧૦થી ૧૫ ઓગસ્ટ સુધી બધી વસ્તુ રાહત દરો પર.ન્યુસ પેપરમાં જુવો કે કોઈ પણ મોલમાં જુઓ જ્યાં જુઓ ત્યાં બધા આઝાદીના દિવસ માટે ખાસ સ્કીમ ચલાવી રહ્યા છે અને આઝાદીના દિવસના નામે વેપાર કરી રહ્યા છે. ૧૫મી ઓગસ્ટનું મહત્વ કેટલું છે એ તો અહી લોકોને ખાસ જણાતું હોય એવું મને નથી લાગતું.રજાઓમાં એક વધુ રજા અને વેપાર માટે નવી સ્કીમ એ જ ૧૫મી ઓગસ્ટ. ખરેખર બહુ દુખ થાય છે આપણા આવા ઠંડા રવૈયાથી,કે જેઓ આપની આઝાદી માટે જાન કુરબાન કરી ગયાં અને એ ઉત્સવને આપણે પૂરી ઉષ્માથી પણ નથી ઉજવતા.ભગવાન એ શહીદોની આત્માને શાંતિ બક્ષે જેઓ આપની આઝાદી માટે પોતાની જાન આપી એટલું જ નહિ પણ આ સ્વતંત્રતાનો સ્વાદ પણ એમને ના ચાખ્યો. એક સ્વાતંત્ર્ય ચળવળમાં તો આઝાદી મળી પણ જે કાલે નવી ચળવળ શરુ થઇ રહી છે એમાં સફળતા મળે એ ખુબ જરૂરી છે. અને મારી દિલથી પ્રાર્થના કે અન્નાજીનું અનશન સફળ થાઓ…..જય હિન્દ.

Comments on: "વંદે માતરમ" (1)

  1. જય હિન્દ 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: