મારી લાગણીઓની સરવાણી


અટકી રહી છે આંખ દિલાસાની આશમાં,
વાદળ ભમી રહ્યા છે વરસવાની આશમાં.

ચરણે ધર્યાં સમંદરે અનમોલ મોતીઓ,
ડૂબી ગયો હું જયારે કિનારાની આશમાં.

છો આભ પર જાય, એ ખોવાઈ ના શકે,
ભટકે છે સાંજે જે ફરી માળાની આશમાં.

પડતાને પાટુ મારવી છે રીત વિશ્વની,
હે દિલ! નજર ન કર તું દિલાસાની આશમાં.

સદભાગી ગણતા વિશ્વને મુકબિલ ખબર નથી,
જીવન વીતાવી દીધું મેં હસવાની આશમાં.

-"મુકબિલ" કુરૈશી 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: