મારી લાગણીઓની સરવાણી


ઘણા દિવસો પછી જુના દિવસો યાદ આવી ગયા.કાલે રવિવારના રોજ પાટીદાર ક્રિકેટ ક્લબ દ્વારા,યલ્હંકા એરફોર્સ પાસે વિશ્વેસ્વર્યા ઈન્જીનીયરીંગ કોલેજના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવેલ,જેમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.દરેક મેચ ૧૨-૧૨ ઓવરોની હતી, અને બે મેદાન હતા.બાળપણના દિવસોમાં ગમે એવો તડકો હોય બપોરે ક્રિકેટ રમતા અને ગામના મિત્રો સાથે મેચનું આયોજન પણ કરતા.ત્યારે  નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ થતું અને લગભગ હજુ પણ થયા કરે છે.

અઠવાડિયા પેહલાં રમેશભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે તારે લીમા ડોર્સની ટીમ વતીથી રમવાનું છે. વાઈટ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો.સવારના ચાર વાગ્યે ઊઠીને તૈયાર થયો.૩૦ થી ૩૫ કી.મી.ના અંતરે મેદાન અને પહેલી જ મેચ હોવાના કારણે વહેલું જ નીકળવું પડ્યું.

પહેલી મેચમાં ૭૬ રનનું ટાર્ગેટ મળ્યું.જેને આસાનીથી મેળવ્યું હતું.આ મેચમાં મેં ૧ વિકેટ અને લગભગ ૧૦ રન અણનમ કર્યા હતા.બીજી મેચમાં પહેલા બેટિંગ કરતા ૧૫૦ રનનું ટાર્ગેટ આપ્યું હતું જેમાં દામજીભાઈના ૭૭ અણનમ મુખ્ય હતા. સામેની ટીમ ૬૦ રણમાં  ઓલ આઉટ થઇ ગઈ હતી.આ મેચમાં મને ૪ વિકેટ મળી હતી.ત્રીજી મેચ દેવનહલ્લી સામે હતી જે સેમી ફાઈનલ હતી અને ખુબ જ રોમાંચક મેચ હતી.પહેલા બેટિંગ કરતા આપણે ૧૩૨ રનનું ટાર્ગેટ આપ્યું હતું જેમાં દામજીભાઈના ૮૪ રન મુખ્ય હતી. જયારે તે ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે લાગ્યું કે આરામથી જીતી જાશું પણ વચે હાલત કફોડી થઇ ગઈ.પહેલી ઓવરમાં વિજયે ૯ રન આપ્યા,બીજી મારી ઓવરમાં મેં ૧૨ રન આપ્યા અને તેના ૭ ઓવરમાં લગભગ ૭૫/૨ સ્કોર હતો.પછીની ૨ ઓવરમાં પણ હાલત ખરાબ રહી. મારાથી આસાન કેચ છૂટી ગયો હતો.એવા બીજા મિત્રો પાસે પણ ૩ કેચ છુટ્યા હતા.પણ છેલી ત્રણ ઓવરમાં આખી રમતમાં પરિવર્તન આવી ગયું.છેલ્લી ઓવરમાં ૨૨ રન જોઈતા હતા. એ ઓવર મારી હતી અને ૧૦ રન આપ્યા હતા.મને ૨ વિકેટ મળી હતી.

ફાઈનલમાં લીમા ડોર્સ અને નીલકંઠ એમ બે ટીમો વચે હતી.આપણી પહેલી બેટિંગ હતી. એક ઓવરમાં સ્કોર હતો શૂન્યમાં ૨ વિકેટ,જેમાં મારો અને  દામજીભાઈનો સમાવેશ થાય.પાછળની ઓવરોમાં વિજયે તાબડતોબ બેટિંગ કરીને સ્કોરને ૮૫ ના સમ્માનજનક સ્થિતિમાં પહોચાડ્યો.ફરી વખતે કેપ્ટને મારા પર ભરોશો દાખવી પહેલી ઓવર કરવા મોકલ્યો.એક વિકેટ જરૂર પડી પણ ૧૪ રન પણ ગયા.ફાઈનલ નીલકંઠે આસાનીથી જીતી લીધી હતી.

આજે સોમવારના જયારે લખી રહ્યો છું ત્યારે આખા શરીરે દુઃખાવો છે,ઘણા દિવસે આખો દિવસ ક્રિકેટ રમવું ખુબ જ મુશ્કેલ હતું.ફાઈનલ મેચ રમતી વખતે ખુબ જ થાકી જવાયું હતું.મને એમ લાગે છે કે મારા કારણે જ ફાઈનલ હાર્યા.કેપ્ટનના ભરોસા પર હું બેટિંગ અને બોલિંગ બંનેમાં ખરો ના ઉતાર્યો.મારા મિત્રોની દિલથી માફી માંગું છું,મારા કારણે ફાઈનલ હાર્યા.એ અલગ વાત છે કે એમણે એવો કોઈ આક્ષેપ મારા પર નથી મુક્યો.

જયારે ઘરે પહોંચ્યો ત્યારે ૮ વાગ્યા હતા.જમીને ૯ વાગ્યે ઊંઘી જવાયું.ખાસ એક વાત મને ગમી, કે જયારે  સેમી ફાઈનલમાં બોલિંગ કરતી વખતે કોમેન્ટર ભાઈએ કહ્યું કે ચંદ્રકાંત અપની કવિતાઓ કે લીયે જાને જાતે હે, વો અચ્છે કવિ હે લેકિન અભી વો એક ખિલાડી કે રૂપમે હે.સાચી વાત છે જીવનમાં આપણે જાણે અજાણે કેટલા પાત્ર ભજવવાના હોય છે….! લાગે છે બહુ જ લખાઈ ગયું છે ,,,,મળતા રહેજો.

 

-ચંદ્રકાંત માનાણી

Comments on: "ખેલાડીની વાત" (4)

  1. bahu sarash bhaiya.

  2. vasant said:

    aa vanchi ne mane khaber padi k tamne khali kalam j nhi pan bat&bol pan chalavi lo 6o.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: