મારી લાગણીઓની સરવાણી


થોડા વર્ષો પહેલા મેં નક્કી કર્યું હતું કે હંમેશા સાચના માર્ગે ચાલવાની કોશિષ કરીશ.આ કોશિશમાં એકવખત તો નાપાસ થયો, એ ક્યારે અને શું થયું હતું એ બીજીવાર ક્યારેક કહીશ પણ બીજી ટ્રાયલમાં પાસ થઇ ગયો

દિવાળીને ગયે હજુ અઠવાડિયું પણ નથી થયું. બે દિવસ પહેલા મારી અને દિનેશભાઈની વાત થઇ હતી કે આપે એક કેમરો લઈએ પણ મેં ભાઈને કહ્યું કે હજુ થોડા રૂપિયા ઉમેરીને સારો મોબાઈલ ફોન લઈએ જેમાં કેમરો પણસારી કવોલીટીનો હોય.પણ અમે કેમરો લેવાનું નક્કી કર્યું છે.

આજે રવિવાર હોવાથી ઘરે જ હતો.બપોરે ૪ વાગે ઊઠીને હું , ઝરણાં અને બાપુજી બગીચામાં ગયા હતા. બગીચો મારા ઘરની ખુબ જ નજીક છે અને હું અવાર નવાર ત્યાં જાતો રહું છું.પણ થોડી વાર રહીને વરસાદ પડવાનો ચાલુ થવાથી અમે પાછા આવી ગયા.

હું જમીને સાંજે ૮.૩૦ વાગે ફરી બગીચે ગયો હતો.લગભગ ૪૫ મીનીટ ચાલ્યા પછી જયારે એમ લાગ્યું કે હવે થોડીવાર બેસું પણ બધી ખુરશી વરસાદના પાણીથી ભીની હતી. મેં દૂરથી જોયું એક કપલ ખુરશી ખાલી કરીને ઘરે જઈ રહ્યું હતું તો હું એ ખુરશી તરફ ગયો. અને ત્યાં જઈ જોયું તો એ ભાઈનો મોબાઈલ ત્યાં ખુરશી પર જ રહી ગયો હતો.મેં ફોન જોયો કીમતી હતો.કાં તો હમણાં એનો ફોન આવશે  અથવા તેઓ પોતે આવશે તેમ એની હું રાહ જોવા લાગ્યો.ફોન મોઘો હતો આમ છતાં મનને મક્કમ રાખ્યું અને વિચાર્યું કે ફોનને સ્વિચ ઓફ કરીને નથી લઇ જવો અને પરત આપી દેવો.કારણ કે હું સમજુ છું કે આપણી પ્રિય વસ્તુ કે વ્યક્તિ ગુમાવવાનું દર્દ કેટલું અને કેવું હોય છે. થોડીવારમાં જ એ દંપતી પૈકિ બંને દોડતાં દોડતાં આવ્યાં અને ખુરશીની બાજુમાં આવી  મારી સામે શકની નઝરે જોવા લાગ્યા. મેં ખાતરી કરીને એમને ફોન પરત આપી દીધો.જ્યારેમે ફોન પરત કર્યો ત્યારે એના ચેહરા પર અપાર આનંદ અને મારા પ્રત્યે આભારની લાગણી દેખાતી હતી.અને મારા હૃદયમાં એક સારું કામ કર્યાનો આનંદ છલકાતો હતો.

હું તો એમ માનું છું કે પ્રભુજી એ મારી કસોટી કરવા આવું કર્યું છે.બે દિવસ પહેલા જ નવો ફોન લેવાની વાત થઇ હતી, તો પ્રભુને થયું હશે ચાલ જરા ચકાસી જોવું. તમારો આભારી છું પ્રભુ! કે તમે મને એવી શક્તિ આપી અને હું ગેરમાર્ગે ના ગયો. તમે મારી સાથે છો અને મને સારા માર્ગે દોરી રહ્યા છો એનો આ વધુ એક પુરાવો છે.

     હંમેશની જેમ સાથે હતો ને રહેજે સદા,
     પ્રભુ! મારા પર તારા ઉપકારો ઘણાં છે.
-ચંદ્રકાંત માનાણી(૩૦/૧૦/૨૦૧૧)

Comments on: "કસોટી-૨" (6)

 1. સરસ

 2. mast bhaiya.

 3. jdateen said:

  nice

 4. સરસ અને યોગ્ય કામ કર્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: