મારી લાગણીઓની સરવાણી


વાત ૧૯૯૮ ની છે.ત્યારે અમે ૧૮ ખેલાડી મિત્રો પંચમહાલ જિલ્લાના દેવગઢ-બારીયા મુકામે ભેગા થયા હતા.કારણ હતું નેશનલ ટીમનું સિલેક્શન. ત્યાં ગુજરાતની ટીમની પસંદગી થવાની હતી.ત્યાં ૧૨ દિવસના કેમ્પનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યુ હતું.અમે ૧૮ જણા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા અને બધા મિત્રો જુદા જુદા જિલ્લાના હતા.કચ્છ જિલ્લામાંથી હું, નરેશ ડાયાણી(ધાવડા),અને વિનોદ વાલાણી(ધાવડા) હતા.અમે બધા બાર દિવસ સાથે રમવાના હતા અને સાથે રહેવાના હતા કારણ કે એક ટીમ બનીને રમવું હતું તો બધાને એકબીજાની રમત વિષે સમજ હોવી જરૂરી હતું. ૧૮ ખેલાડીમાંથી માંથી ફક્ત ૧૨ ખેલાડીનો ટીમમાં સમાવેશ થવાનો હતો. સ્પર્ધાનું આયોજન નેલ્લોર (આંધ્રપ્રદેશ) ખાતે હતું.

નિશ્ચિત તારીખે બધા ખેલાડીઓ આવી ગયા હતા.દેવગઢમાં અમને બધાને સાગર મહેલમાં ઉતારા આપવામાં આવેલા.જેની બાજુમાં sports complex હતો જ્યાં અમને રમવાનું હતું. સાગર મહેલમાં કાયમ વસવાટ હોય એવું નહોતું લાગતું કારણ કે બધે ફેલાયેલો કચરો દીવાલો પર કરોળીયાના લાળા ચાડી ખાતા હતા. સાગરમહેલ, જેનું કમ્પાઉન્ડ ખુબ મોટું હતું અને ત્યાં ખુબ વૃક્ષો હતા જે સુકાયેલા હતા. સાગર મહેલ એ માંડવીનો વિજય વિલાસ જ જાણે જોઈ લ્યો પણ પ્રમાણમાં નાનો હતો.

મહેલમાં એક મોટો હોલ હતો જ્યાં અમને બધાને રહેવાનું હતું.હોલની ચારે દિવાલમાં દરવાજા હતા જે અંદરથી બંધ હતા.અમે બધાએ અગિયાર દિવસ ખુબ મજા કરી અને ખબર જ ના પડી કે અગીયાર દિવસ નીકળી ગયા. એક અફસોસ છે કે ત્યારે ઈ-મેલ કે મોબાઈલ નંબર ન્હોતા. સારા મિત્રોના સરનામાં લઇ રાખ્યા છે પણ પત્ર વ્યવહારમાં આજ કોઈને રસ નથી. આજે કોઈ મારા સંપર્કમાં નથી.

પ્રેક્ટીસ કરવાનું મોર્નિંગ સેશન અને ઇવનિંગ સેશન એમ બે ભાગ હતા.સવારે પરવારીને ૭ વાગે મેદાનપર હાજર રહેવું પડે,તે સેશન ૯.૩૦ વાગ્યા સુધી ચાલતું.ત્યારબાદ નાસ્તો કરીને નાહવાનું.૧૧.૦૦ વાગે વળી થિયરી(રમતમાં કેવું પ્લાનીંગ કરવું),જેના વિષે પણ એક કલાક માટે બેસવું પડતું. ત્યારબાદ ૧.૩૦ કલાકે જમવાનું. જમીને કા તો આરામ ફરમાવતા અને કા તો નીકળી પડતા ફરવા પણ ૪.૩૦ કલાકે મેદાન પર હાજર થઇ જવું પડતું. જે છેક ૭.૩૦ વાગે પૂરું થતું. રાતે જમીને ખુબ ધમાલ કરતા. તે સમયે હિન્દી ફિલ્મ કુછ કુછ હોતા હે, રિલીઝ થયું હતું અને એના જ ગીતો વાગતા રહેતા. એક મિત્ર ટેપ લઇ આવ્યો હતો તેના પર ગીતો સાંભળતા અને નાચતા (ડાંસ કરતા) જેમાં હું અને નરેશ ભાગ ના લેતા.અગિયાર દિવસ નીકળતાં વાર ના લાગી પણ બારમો દિવસ કપરો હતો કારણ કે ૧૨ ખેલાડીઓની પસંદગી થવાની હતી. એ સમય પણ આવી ગયો.મોર્નિંગ સેશન પત્યા પછી બધાની સામે એ બાર નામ જાહેર થવાના હતા.ત્યારે ખુબ જ દર લાગતો કે મારું સિલેક્શન નહિ થાય તો વળી પાછું જવું પડશે અને ગામમાં બધાને ખબર પડશે કે ભાઈ લ્યો ખોટો સિક્કો પાછો ફર્યો,પણ ભગવાનની મેહરબાની કે મને પાછું ક્યારેય ના આવવું પડ્યું.મારું નામ આઠમાં ક્રમે બોલાણું. જેનો ટીમમાં સમાવેશ થયો તેઓ ખુશ હતા પણ જેને ઘરે જવું પડ્યું તેઓ ખુબ દુઃખી હતા. દુઃખીતો બધાયે હતા કારણ કે બધા સાથે દોસ્તી થઇ ગઈ હતી અને છુટા પડવું હતું.રાત્રે ૧૦.૩૦ વાગે ટ્રેન હતી.આજે સાંજનું સેશન ન્હોતું,બધાને પેકિંગ માટે અવકાશ આપ્યો હતો.

સાંજના સમયે બધા પેકિંગ કરીને જમવાની રાહ જોતા હતા,,તેવામાં ચોકીદાર આવ્યો અને કહ્યું કે જેને મહેલ જોવો હોય તે મારી સાથે ચાલે. સાતેક વાગ્યાનો સમય હતો. અમે ત્રણ ચાર જણા મહેલને અંદરથી જોવા તૈયાર થયા. મને એ જાણવાની તાલાવેલી હતી કે બંધ દરવાજા પાછળ શું હશે….!ચોકીદારે ટોર્ચ હાથમાં લીધીને બીજા કોઈ રસ્તે ( જે રસ્તા પર અમે અવર જવર ન્હોતી કરી) લઇ ગયો. હોલની ચારે બાજુ રૂમ હતા.ધીરે ધીરે અમે જતા હતા ત્યારે ચોકીદારે બોલવાનું શરુ કર્યું…એણે મહેલનો ઇતિહાસ કહ્યો કે મહેલ કેવો હતો શું શું થયા કરતુ, કેવા કાવાદાવા થતા.તેના કહ્યા પ્રમાણે રાજા રંગીન મિજાજનો હતો.તેના પ્રેમલગ્ન થયાહતા. આમછતાં તેને બીજી કોઈ સાથે લગ્ન કરી લીધા જે તેની પ્રેમિકાને મંજુર ન્હોતું અને તેણીએ આપઘાત કર્યો,મહેલની ઉપરથી પડતું મુકીને. અને કહ્યું કે આજદિન સુધી એ રાણીની આત્મા આ મહેલમાં ઘૂમે છે. અમે એક એક કરીને બધા રૂમો જોઈ લીધા, કોઈ કોઈ રૂમોને તાળા લગાવેલા હતા.ચોકીદારે રાણીની વાત કહ્યા પછી એ રૂમની અંદર જોવાની તાલાવેલી રહી નહિ. ચોકીદારે ઉપરના રૂમો પણ બતાવ્યા અને એ જગ્યા પણ બતાવી જ્યાંથી રાણીએ પડતું મુક્યું હતું.પણ અમને બધાને બીક લગતી હતી એટલે જેમ તેમ પતાવી ને પાછા આવી ગયા.મને ત્યારે થયું કે જો આ કહેવાતી આત્મા વિષે પહેલે દિવસે જ ખબર પડી હોત તો રહેવું મુશ્કેલ થઇ જાત,,પણ અમને કોઈને એવી આત્મા ,,ચુડેલ,,કે ડાકણ નો અહેસાસના થયો.

પણ મને આજેય એ મહેલ આંખો સામે તરવરે છે.એ બધું સાચું હશે કે ફક્ત માન્યતાઓ પણ મને છેલ્લા દિવસની એ સાંજે ભય લાગ્યો હતો ખરો…ત્યારે એક વાત જાણી કે ભય કે ડર એ માત્ર આપણાં મનમાં જ ક્યાંક છે, જો ચોકીદારે છેલ્લા દિવસે કઈ ના કહ્યું હોત તો જરાયે ડર ના લાગ્યો હોત. આમ અજાણતામાં પણ ડાકણ સાથે બાર દિવસ રહેવાનો મોકો મળ્યો હતો.(૧૧/૧૧/૧૧)—

ચંદ્રકાંત માનાણી

Comments on: "ડાકણ સાથે બાર દિવસ" (4)

  1. maja avi bapu pan ramva su gaya hata eno to ulekh karo.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: