મારી લાગણીઓની સરવાણી


વિથોણમાં હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીમાં થવાનું છે.હું ત્યાં ફક્ત માનસિક હાજરી આપી શકીશ.હાઇસ્કૂલના સંસ્મરણો તો અવિસ્મરણીય છે જ પણ તેની સાથે સાથે પ્રાથમિક શાળા કે જ્યાં ભણતરનો એકડો શીખ્યાતા એ પણ એટલી જ મહત્વની છે અને તેની યાદો તો અસંખ્ય છે પણ બધી વર્ણવી શકવી શક્ય નથી.એમની કેટલીક યાદો આછેરી યાદ છે તો હું તેને આજે તમારી સાથે જીવંત કરવાનો પ્રયત્ન કરીશ.

એ દિવસ આજેય મને યાદ છે જે બપોરે માં રોટલી બનાવતા હતા અને કહેતા હતા કે મારો દીકરો મોટો થઇ ગયો છે અને હવે મોટી શાળામાં ભણવા જશે.મારું નામ પ્રાથમિક શાળામાં લખાઈ ગયું હતું. ગણવેશ હતો સફેદ ખમીશ અને ખાખી ચડ્ડી. જીવનનો એ એવો તબક્કો હતો કે ત્યારે નહોતી કશીયે ફિકર કે નહોતી કશીયે કોઈનાથી આશા અપેક્ષાઓ,,હતી તો ફક્ત નિર્મળ અને નિર્દોષ દોસ્તી.સ્કૂલનો સમય હતો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યાનો જેમાં ૨ વાગ્યે રીશેષ પડતી.સૌથી પહેલા શાળામાં પ્રાર્થના થતી.શાળામાં ૧ થી ૭ ધોરણ સુધી અભ્યાસ કરવો હતો. પ્રાર્થના સમયે બધા વિદ્યાર્થીઓ પોતાના વર્ગની અલગ અલગ લાઈનમાં બેસતા. અમારી શાળાના શિક્ષકોનીની યાદીમાં નામ મને યાદ છે તેમ આ પ્રમાણે છે–રંજનબેન,જમનાબેન,ગોરસાહેબ,જોશીસાહેબ,શાન્તીસાહેબ,સાધુસાહેબ,નાનજીસાહેબ,મોટા(કાંતિ)સાહેબ,મોદીસાહેબ,લક્તરીયાસાહેબ,જાનીસાહેબ,શાહસાહેબ,પટેલસાહેબ…..હજુ કદાચ કોઈ સાહેબનું નામ ભૂલાઈ ગયું હશે.અમે શિક્ષકોને સાહેબ કહીને સંબોધતા. બધા સાહેબોની અલગ અલગ વિશેષતાઓ હતી અને ભણાવવાની પદ્ધતિ પણ અલગ અલગ હતી. આ બધા સાહેબોનો પ્રત્યક્ષ તો આભાર વ્યક્ત નથી કરી શક્યો પણ આજ અહીંથી એ બધા ગુરુજનોને હૃદયપૂર્વક નમન કરું છું.

સ્કુલના પટાંગણમાં પ્રવેશ કરતા જમણીબાજુ કાર્યાલય છે. પ્રવેશદ્વારની સામે જ મહેંદીના છોડની વાડ હતી અને તેની વચ્ચેથી રૂમમાં જવાનો રસ્તો હતો.શાળાના નીચેના ભાગમાં સાત રૂમો અને પહેલા માળે સાત રૂમો હતા. શાળાની એ મહેંદી ના છોડ માંથી વહેતી એ સુગંધ આજે પણ ક્યાંક નાકે ચઢે તો તરત જ શાળાનું સ્મરણ થઇ જાય છે.શાળાની ચારે તરફ ચાર ચાર ફૂટની દીવાલ હતી જે મને શાળાના દિવસોમાં ઊંચી લાગતી અને હવે એ જ દીવાલ ઢૂંકડી લાગે છે.શાળાની ડાબું બાજુ સરકારી દવાખાનું છે.દવાખાનામાં ત્યારે એક પીપળી હતી અને સૌ એમ કહેતા કે એમાં મામો રહે છે પણ મને એના દર્શન નહોતા થયાં.

શાળામાં હોશરાઓ પણ થતા રહેતા. હોશરા એટલે કે જે વિદ્યાર્થીઓ હાઈસ્કુળમાં ભણતા હોય એ ઓ ,, કોઈ કારણસર હાઇસ્કુલમાં રજા પડી જાય તો તેઓ શાળામાં આવી શિક્ષકોને રજા આપી દેવા કહેતા.હાઇસ્કુલના આગેવાન વિદ્યાર્થીઓ આવતા ત્યારે બધા એમ કહેતા કે “આજે હોશરો થનારો હે..બીજું સાહેબ પાસેથી કોઈ વાતની રજા લેવાની હોય તો ઈશારાથી કામ થતું. પેશાબ કરવા જવું હોય તો ટચલી આંગળી બતાવવી, સંડાસ જવા માટે પહેલી બે આંગળી, પાણી પીવા માટે થમ્સ અપ અને ભુખ લાગી હોય તો પાંચે આંગળીને સામેની તરફ વાળીને સંકેત કરતા. શાળામાં બે વધારાની નાની રીશેષ આપતા તે છતાં વિદ્યાર્થીઓ વચ્ચે વચ્ચે આંગળી બતાવીને રખડી આવતા.સમય પસાર કરવા કેટલાક પાટી ધોવા આવતા જતા.(પાટી ધોવા માટે વિદ્યાર્થીઓ માટે પાણી ભરેલું ડબલું ખાસ રાખવામાં આવતું જેથી તેઓ થુંન્કથી પાટી ના ધુએ.)પ્રાથમિક શાળામાં મારો ભણવામાં નંબર ૧૫ થી ૨૫ ની વચ્ચે રહેતો જે હાઈસ્કૂલમાં આગળની હરોળમાં આવતો.

શિસ્તનો પહેલો પાઠ પણ શાળામાં જ મળ્યો હતો.પુસ્તકને કે થેલાને પગ લાગી જતો તો તરત તેને પગે લાગીને માફી માંગી લેતા, તેને સાક્ષાત સરસ્વતી માં માનતા.રૂમની બહાર રીતસર બધા ચપ્પલો ઉતારતા વ્યવસ્થિતરીતે અને પછી રૂમમાં દાખલ થતા. સાહેબ જયારે આવતા ત્યારે બધા ઉભા થઈને માન આપતા. એ સમયે શિક્ષકોનો ખુબ ડર રહેતો,રજાના સમયે ફળિયામાં રમતો જોઈ લેતા તો શાળામાં વઢશે એવો ભય રહ્યા કરતો.

શાળામાં ફૂલઝાડ પ્રત્યે પણ પ્રેમભાવ વધે એ માટે તેમજ તે નીલા રહે તે માટે વૃક્ષોને પાણી પાવાના વારા કર્યા હતા. શાળામાં પાણીની એક ટાંકી હતી જે લગભગ ૭ ફૂટ બાય ૭ ફૂટ ચોરસ અને ત્રણેક ફૂટ ઊંડી હતી. જયારે પાણી પાવાનો વારો આવતો ત્યારે તેમાંથી જ ડોલું ભરીને બહાર ઠાલવતા અને એ બહાને તેમાં નાહી પણ લેતા. બીજું,,ચાર-ચાર વિદ્યાર્થીઓ વચ્ચે એક ફૂલઝાડ વાવવાનું રહેતું,તેની તમામ જવાબદારી એ ચાર જણાની રહેતી. પરીક્ષાના સમયે ઘરેથી કઈક માટીનું રમકડું બનાવી લાવવાનું રહેતું.શાળામાંથી એક વખત પ્રવાસમાં જવાનો મોકો પણ મળ્યો હતો. જેમાં અમે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. મને યાદ છે ત્યારે અમે વીરપુરમાં રાત્રિ રોકાણ વખતે હિતેશ વાલાણીની બેગમાંથી ચોરી થઇ ગઈ હતી, એના તમામ રૂપિયા ચોરાઈ ગયા હતા.

શાળાના એ સાત વર્ષોમાં સૌથી વધુ ભણવાનો આનંદ છટ્ઠા અને સાતમાં ધોરણમાં આવ્યો. કારણ કે જયારે અમે છટ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે મનસુખભાઈ જાનીસહેબની બદલી દેવપર ગામની શાળામાંથી વિથોણમાં થઇ અને સૌ પ્રથમ અમને તેમનો લાભ મળ્યો. જાની સાહેબના કારણે જ આજે મારી બેચના બધા વિદ્યાર્થીઓના અક્ષરોમાં સુધારો થઇ ગયો,,કારણ કે તેમની ભણાવવાની થીયરી જ એવી હતી કે બધાને તેમાં ઉત્સાહ વધે અને હજુ વધુ સારા અક્ષરોમાં લખવાની કોશિશ કરતા. જાનીસાહેબ દર અઠવાડિયે નવું રેન્કિંગ આપતા અને એ પ્રમાણે જ રૂમના બેસવાનું રહેતું. એનામાં શું હતું કે જાનીસાહેબ જે હોમવર્ક આપતા કે જે તે વિષયોની બૂક બનાવી હોય તેના લખાણ અને અક્ષરો જોઈને માર્ક્સ આપતા. અને દર શનિવારે શિસ્તના માર્ક્સ આપતા,,અને તેમાં વિદ્યાર્થીની અઠવાડિયા દરમિયાનની વર્તણૂક, ગણવેશ,હાથ-પગના નખ કાપેલા છે કે નહિ વગેરે એ જોઈને માર્ક્સ આપતા અને તેનો સરવાળો કરીને નંબર આપતા.જેનો પહેલો નંબર તેને માનભેર પહેલું સ્થાન બેસવા મળતું અને જે ફરી બીજા શનિવારે બદલતું. બધા વિદ્યાર્થીઓ આગળ નંબર લેવા પ્રેરાતા અને અક્ષરો સુધારતા ગયા. જાનીસાહેબનો અમને છટ્ઠા અને સાતમાં ધોરણમાં સતત બે વર્ષ લાભ મળ્યો.

પ્રાથમિક શાળામાં રમ્યા,ભણ્યા અને ખુબ મજા કરી.શાળાના એ અનમોલ સાત વર્ષો કેમ વીતી ગયા ખબર ના પડી.અને હવે તો જાણે એ વર્ષો ખોવાઈ ગયા હોય એવું લાગ્યા કરે છે કારણ કે શૈશવની એ યાદો જેમાં ધરબાયેલી હતી એ શાળા ભૂકંપ સમયે ધરાશાયી થઇ ગઈ.

—ચંદ્રકાંત માનાણી(૨૩/૧૨/૨૦૧૧)

Comments on: "પ્રાથમિક શાળા" (9)

 1. jdateen said:

  i like it so nice…………….

 2. kalpesh dhanani said:

  aa vanchi ne mane pan mari prathmik shala na divso yad avi gya……………….. sachu kahyu tame , te divso kya khovai gaya khabar j nathi

 3. jaldip dholu said:

  su divso hata e prathmik sala ane afsos ek vaat no 6e ke school mari najar na same dharasai thai gai

 4. ashoksoni said:

  wahhh….

 5. hum bhi bhukam ke samy uthar hi the. like this story.

 6. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

 7. ખુબજ સુંદર યાદો છે તમારા શૈષવ ની.સુંદર વર્ણન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: