ના કરવાના કામ હું કરી રહ્યો છું


ના કરવાના કામ હું કરી રહ્યો છું,
થોડો-થોડો રોજ-રોજ મરી રહ્યો છું.

જગતના કાફલાની પાછળ ચાલતો,
એકાંતને સ્મરણોથી ભરી રહ્યો છું.

મારા ઘરના દરવાજે આવી ઊભે તું ,
એ ક્ષણ કેવી હોય વિચારી રહ્યો છું.

વિરહની વાત આવતા હસી લઉં છું.
અને મિલનના ગીત લલકારી રહ્યો છું.

સામેથી તું આવી રહ્યો મંઝીલે જવા,
કે જ્યાંથી હું પાછો ફરી રહ્યો છું.

–ચંદ્રકાંત માનાણી

7 thoughts on “ના કરવાના કામ હું કરી રહ્યો છું

  1. ભાઈશ્રી ચંદ્રકાંત ભાઈ

    ખૂબ ઓછા શબ્દમાં આપે જે લાગણી ને વાચા આપી છે એ કાબિલે તારીફ છે

    જગતના કાફલાની પાછળ ચાલતો,
    એકાંતને સ્મરણોથી ભરી રહ્યો છું.

    બકુલ શાહ

  2. raj ghayal

    વાહ ચંદ્રકાન્તભાઈ અદ્ભુત લાગણી વ્યક્ત કરી છે
    આફરીન …….

Leave a reply to ચંદ્રકાંત માનાણી Cancel reply