મારી લાગણીઓની સરવાણી


જમાનામાં કેટલાની ઈચ્છાઓ ફળી છે,
મારી લાગણીને કરચલીઓ વળી છે.

ફૂલ બની જશે એમ કળીને જોતો રહ્યો,
લાગે છે મને ફક્ત ઈંતેઝારી મળી છે.

અધૂરા અરમાનો ક્યાં સુધી સાચવું?
રહેવા દે ફરી એ વાત કાં ઉખેળી છે?

મારું જે થવાનું હશે તે તો થશે જ ,
તારી આંખો આજ કાં ઝળઝળી છે?

મારી નજરે સવાલ કર્યો જીવવાને,
તારી નજર કાં નકારમાં ઢળી છે?

રેતની જેમ સરકી ગયાં અરમાનો,
રહી ગઈ આજે આ ખાલી હથેળી છે.

-ચંદ્રકાંત માનાણી

Comments on: "ખાલી હથેળી" (7)

  1. ખુબ જ સરસ. ભાઈ, આપના કાવ્યો ગમ્યા.

  2. આભારભાઈ!! તમારા બ્લોગમાં પણ હું ડોકિયું કરી આવ્યો,ખુબ જ સરસ છે.

  3. સાહેબ માફ કરશો,,,પણ અમુક જગ્યા એ છંદ તૂટે છે….

  4. SAGAR KANSAGRA M.9979399162 said:

    khubaj shundar vicharo chho

  5. ખુબ સુંદર ચંદ્રકાંતભાઈ
    અધૂરા અરમાનો ક્યાં સુધી સાચવું?
    રહેવા દે ફરી એ વાત કાં ઉખેળી છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: