મારી લાગણીઓની સરવાણી


ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો-શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવીતી થોડાક ખુલાસા કરવાતા,
ઓ મોત જરા રોકાઈ જતે- બેચાર મને પણ કામ હતા.

હું ચાંદની રાતે નીકળ્યોતો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કઈં મંઝીલ પણ મશહુર હતી-કઈં રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવીતી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો-બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો?!
કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતા રામ હતા!

-“સૈફ” પાલનપુરી

 

Advertisements

Comments on: "અંગત અંગત નામ હતાં." (11)

 1. “સૈફ” પાલનપુરીની બધી જ કવિતાઓ સરસ હોય છે. મને આ સૌથી વધારે આ ગમે છે…

  એમાં પણ આ વાક્ય તો બહુ જ…

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવીતી,
  બહુ ઓછા પાનાં જોઈ શક્યો-બહુ અંગત અંગત નામ હતાં.

 2. IT IS VERY BEAUTIFUL. I MUCH LIKE IT.
  IT IS MY FAVOURITE .

 3. this is my favourite of my favourites.

 4. temni gazal bahuj sars hoy 6

 5. wah! saif palanpuri ni gazal mane bov game 6e.

 6. palanpuri ni best rachna.

 7. awsmmmmmmmmmmmmm

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: