મારી લાગણીઓની સરવાણી


તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.

તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.

હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.

મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.

તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.

તું જીવાડે છે ભલે, પણ જો દશા બેફામની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?

-બેફામ

Comments on: "તું નથી એથી" (2)

 1. patelraju said:

  ચંદ્રકાંત ભાઈ.
  તમારો બ્લોગ જોયો.ગમ્યો. બ્લોગનો ઉપયોગ તમે અંગત ડાયરીની જેમ કરો છો.સરસ.ગમતી કવિતાઓ ઉપરાંત પોતે પણ કવિતાઓ લખો છો…વાહ….!!
  મારું એક સૂચન છે. ગમતી કવિતાઓ ટાંકવા માટે કોઈ વિષય અથવા નિમિત્ત રાખો.બને તો એમાં થોડું સંશોધન ઉમેરી પોસ્ટને નિરાળો બનાવો.દાખલા તરીકે બેફામ કે સૈફ કે અન્ય કોઈ પણ જાણીતા કવિની કવિતા વાંચવા કોઈએ તમારા બ્લોગની મુલાકાત શીદ લેવી -જો એ અન્ય સ્થળે ઉપલબ્ધ હોય તો…? બીજા શબ્દોમાં તમે પ્લીઝ વિચારો કે ગમતી કવિતાઓને તમે એવી કઈ વિશિષ્ઠ રીતે તમારા બ્લોગ પર મૂકી શકો કે જેના કારણે તમારા બ્લોગની મુલાકાત લેવું અનિવાર્ય બને…? ઉદાહરણ તરીકે હિન્દી કવિ દુષ્યંતની એક ગઝલમાં શેર છે : कैसे नहीं होता आसमां में सुराग..? एक पत्थर तबियत से उछालो यारो …..અને અન્ય હિન્દી કવિ કુંવર બૈચેનની એક ગઝલ નો એક શેર છે : दीवारों में दस्तक देते रहियेगा , दीवारों में दरवाजे बन जायेंगे ….બન્ને કવિનું અને બન્ને ગઝલનું ભાવવિશ્વ જુદું છે. પણ અહીં ટાંકેલા બન્ને શેર કોઈ એક સ્તરે નજર મિલાવતા હોય એવું લાગે છે. જો કોઈ બ્લોગર આ પ્રમાણે વિષય-વસ્તુને નિમિત્ત રાખી ભિન્ન કવિઓ કે ભિન્ન ભાષાના કવિઓની રચનાઓ પ્રસ્તુત કરે તો એ બ્લોગ આપો-આપ વિશિષ્ઠ બની જાય.ઉપરાંત સાહિત્ય-વાચન માં એક નવો દ્રષ્ટિકોણ ઉમેરાય.
  નિમિત્ત કોઈ પણ હોઈ શકે છે. અહીં મેં માત્ર એક ઉદાહરણ આપ્યું છે.
  વિચારજો.
  ખૂબખૂબ શુભેચ્છા.અને હા. મારાં બ્લોગની મુલાકાત લેતા રહેજો,ભૂલ દેખાય કે કશેક ટપારવા જેવું લાગે તો સંકોચ ન રાખતા….. 🙂
  રાજુ પટેલ

  • રાજુભાઈ તમારો ખુબ જ આભાર. અને હા તમારા સૂચન પર વિચારીશ અને હજુ કઈંક વિશેષ કરીશ જેથી વાંચન રૂચિકર બની રહે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: