મારી લાગણીઓની સરવાણી


હું કે.આર.માર્કેટમાં કામે ગયો હતો. ઘરે પાછો આવવા બસની રાહ જોઈ રહ્યો હતો.એવામાં એક બસ આવી જેનામાં હું ચઢ્યો.અહીની બસમાં મોટાભાગે બે દરવાજા હોય છે,હું આગળના દરવાજેથી ચઢીને સીટો ખાલી હતી ત્યાં બેસવા જઈ રહ્યો હતો કારણ કે આગળની સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. હજુ હું બીજો દરવાજો વટાવીને સીટ પર બેસું એ પહેલા બે જણા ત્યાંથી ચઢીને મારી આગળ રસ્તો રોકીને મને પૂછવા લાગ્યા કે આ બસ કેન્ગેરી(એક જગ્યાનું નામ) જશે કે કેમ.હું આગળથી બસનો રૂટ જોઈને જ ચઢ્યો હોવાથી મેં તેને ના કહી કે બસ કેન્ગેરી નહિ જાય. એ બંને પૈકી એક મારો રસ્તો રોકીને ઊભો રહ્યો અને બીજો જણ હતો એને મને એટલા વિશ્વાસથી ફરી ત્રણ વખત પૂછ્યું કે બસ કેન્ગેરી નહિ જાય, શું સાચે બસ કેન્ગેરી નહિ જાય? મેં ત્રણેય વખત મૂર્ખ બનીને અને કોઈની મદદ કરવાના ઈરાદે જવાબ આપેલો. હજુ બસ ઊભી હતી અને તેઓ ઊતરી ગયા.બંને પૈકી જેને મને ત્રણ વખત પ્રશ્ન કર્યો હતો એને મારો મોબાઈલ, બેલ્ટમાં રહેલ મોબાઈલ પાઉચ માંથી કાઢી લીધો હતો.મને અનાયાસ આભાસ થયો અને મેં તરત ચેક કર્યો તો મોબાઈલ ગૂમ હતો. હજુ એ ચોર બસના પગથીયા ઉતરતો જ હતો અને મેં એને પાછળથી એની ગરદન પકડી લીધી,અચાનક થયેલ હૂમલાથી એ ડગાઈ ગયો અને મોબાઈલ નીચે ફેંકી દીધો.બસ હજુ ઊભી જ હતી.મેં તરત જ બસના ટાયરથી એક ફૂટ છેટે પડેલ મારા ફોનને ઉપાડી લીધો પણ કમનસીબે ચોર છૂટી ગયો.નહીંતર એને મેથીપાક ચખાડવાની ઈચ્છા હતી.મિત્રો તમારે અગર બેંગ્લોરની બસમાં પ્રવાસ કરવાનું બને તો થોડા ચેતીને રહેજો.બસમાં આવું થયા કરે છે એવું મેં સાંભળ્યું હતું પણ હવે અનુભવી પણ લીધું. આ ઘટના બસ એક મિનીટની અંદર ઘટી હતી. ભગવાનનો આભાર માની હું ફરીથી બસમાં ચઢી ગયો અને વિચારતો રહ્યો કે અજાણ્યા માણસોની મદદ કરવી જોઈએ કે નહિ,,,?

-ચંદ્રકાંત માનાણી

Comments on: "મોબાઈલ ચોર સાથે ભેટો" (6)

 1. aane kahevay bhalai kare tene bhaala lage…..

 2. ધરમ કરતા ધાડ પડે તે આનુ નામ… ખૈર, મોબાઇલ બચી ગયો એ સારુ થયું.

  (મે તાજેતરમાં જ મારો મોબાઇલ ખોયો છે એટલે જાણું છું કે તેના વિરહનું દર્દ કેવું હોય છે.)

 3. અમદાવાદમાં પણ ઘણીવાર આવું બનતું હોય છે…

  After All, “ચેતતા નર સદા સુખી…”

 4. aapni vat thi chetata rahevu pde,, thnx for sharing ur experence

 5. Ya send me your all love sotry and sad sotry in my email id
  kajalradadiya111@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: