મારી લાગણીઓની સરવાણી


મોહન અને તેની પત્ની હજુ રેલ્વે સ્ટેશનની બહાર નીકળીને ઊભા જ હતાં કે પાછળથી અવાજ આવ્યો,, મોહનભાઈ કેમ છો? મને ઓળખ્યો? અરે તને કેમ ભુલાય સુરેશ. અહી શું કરે છે તું?સુરેશે મોહનના હાથમાંથી બેગ લેતાં કહ્યું,,ચાલો તમને ઘરે છોડી દઉં અને રસ્તામાં બધી વાત કરું છું.સુરેશથી મોહન ઉંમરમાં પાંચેક વર્ષ મોટો હશે પણ એકવખત બંને ક્રિકેટની એક જ ટીમ વતી રમતા હતાં તેથી ઓળખાણ હતી.સુરેશે ઠપકાભર્યા સ્વરમાં કહ્યું કે અઠવાડિયા પહેલા આવતા તમને શું થતું હતું? મેં તમને કહ્યું જ હતું કે મારા લગ્નમાં તમને આવવું જ પડશે. તો પછી મોડા કેમ આવ્યા? મોહને કહ્યું અરે તારા લગ્નમાં આવવા હું કેટલો ઉતાવળીયો હતો એ પૂછ તારી ભાભીને..પણ અમે રહ્યા નોકરિયાત માણસો,,બોસનું કહ્યું પણ માનવું પડે ને..! બીજું બોલ ,,શું ચાલે છે? તારા ઘરે તો હમણાં બહુ મહેમાનો હશે ને? ના ખાસ નથી રહ્યાં,લગ્ન પછી ધીરે-ધીરે ઓછાં થવા લાગ્યાં અને હમણાં મહેમાનોને જ મોકલાવવા આવ્યો હતો નહિ કે તમારું સ્વાગત કરવા…અને ત્રણેય હસી પડ્યાં. બોલો મોહનભાઈ ક્યારે આવો છો મારા ઘરે ? અને હા એકલા જ ના આવી જતા,,ભાભીને પણ લાવજો સુરેશે આમંત્રણ આપતા કહ્યું અને હા ,તમને એક વાત તો કહી જ નથી કે આ અમારા લાવ-મેરેજ છે. ઓ હો.. તો તો ખુબ જ નશીબદાર કહેવાઓ હો કહેતા મોહને સુરેશની પીઠમાં બે ધબ્બા મારી દીધાં અને કહ્યું અમારા તો મેરેજ-લવ છે જેમાં લગ્ન થયા પછી પ્રેમ ચાલુ થાય છે.વાતોને વાતોમાં ઘર આવી ગયું.

મોહન દસેક વર્ષે ગામમાં આવ્યો હતો.મોહનના મગજમાં ગડમથલ ચાલતી હતી.મોહન-રાધાને પ્રેમ કરતો હતો અને રાધા પણ.રાધા સુરેશની મોટી બેન થાય.મોહન-રાધાના પ્રેમ વિશે સુરેશને ખબર નહોતી.હવે તો રાધાના લગ્ન પણ થઇ ગયા હશે અને કદાચ છોકરાં પણ થયા હશે..મોહન વિચારતો રહ્યો કે રાધા મળશે કે નહિ? સુરેશના કહેવા પ્રમાણે બધા મહેમાનો ચાલ્યા ગયા છે અને લગ્નને પણ અઠવાડિયું થઇ ગયું છે.મોહને મનોમન નક્કી કરી નાખ્યું કે કાલે સવારે જ સુરેશને ત્યાં જઈ આવવું.એ આખી રાત એમ જ રાધાના વિચાર જ કરતો રહ્યો.ક્યારે સવાર થાય અને ક્યારે સુરેશના ઘરે જાઉં.એ વિચારો એ તેની આંખોમાં ઊંઘને પ્રવેશવા જ ના દીધી.

દસેક વાગતાં જ મોહન ઘરેથી નીકળી ગયો સુરેશને ત્યાં જવા.ધડકતાં હૈયે મોહને,દરવાજે ટકોરા માર્યા અને દરવાજો ખુલવાની રાહ જોવા લાગ્યો. અને જયારે દરવાજો ખુલ્યો ત્યારે મોહનનું હૃદય જાણે ધબકારો ચુકી ગયું હોય તેવું લાગ્યું.સામે રાધા પીળા કલરની સાડીમાં ઊભી હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી.એકવખત મોહનને એમ જ થયું કે રાધાને મારામાં સમાવી લઉં.મોહનથી એટલું જ બોલાયું, ઓળખાણ પડી?….અરે મોહન ! તમે ,આવો અંદર આવો કહેતા દરવાજેથી રાધા સાઈડમાં ખસી. તમને જો ભૂલ્યાં હોઈએ તો ઓળખવામાં ભુલા પડી ને,,!હા અગર શરીરમાં ફરક પડ્યો હોય તો જુદી વાત છે,આ તો તમે દસ વર્ષ પહેલાં જેવા હતા એવા ને એવા દેખાઓ છો.ઘરે કોઈ નથી શું,કોઈ ના દેખાતા ખુરશીમાં બેસતાં મોહને પૂછ્યું.સુરેશભાઈ અને ભાભીને પગે લગાડવા બધા મંદિરે ગયા છે.મારાથી જવા ય એમ નથી આથી હું અને પૂજા(ગોડિયા તરફ જોઈ ને)ઘરે જ રહ્યાં.તમને ખબર હતી હું અહી છું એમ?રાધાએ મજાકમાં પૂછ્યું અને આ ગીફ્ટ મારા માટે લાવ્યા છો? ના રે ,,આ તો સુરેશ માટે છે.ગીફ્ટ તો બહાનું છે,તું મલીશ કે નહિ એવા વિચારોમાં હું રાત આખી સૂઈ નથી શક્યો.તમે બેશો હું ચા બનાવી લાઉં કહેતાં રાધા ઉઠવા જતી હતી અને મોહને કહ્યું ચા નથી પીવી,,બસ તું અહી બેસી રહે. તમે લગ્ન કર્યા કે નહિ? કોણ છે એ નશીબદાર ? જવાબ આપતાં મોહને કહ્યું, હા ગયા વર્ષે મોડે-મોડેથી પરણ્યો છું. તો પછી સાથે કેમ ના લાવ્યા? મેં પણ જોઈ હોત ને એને? એ તો ઘરની સાફ સફાઈમાં લાગી છે,પંદરેક દિવસ સુધી ધામા રાખવાના છે ને. તું ક્યાં છો અને તારા સ્વામી કેવા છે? હું સૂરતમાં છું અને મારા સ્વામી ખૂબ જ સારા સ્વભાવના છે.

જો તમે ધાર્યું હોત તો એની જગ્યા એ આજ તમે હોત.પણ તમે તો ભાગીને લગ્ન કરવાની ના જ પાડી દીધીતી,રાધાએ ઠપકો આપતાં કહ્યું. જો રાધા, જે થયું એ સારું જ થયું છે.આપણે હજુ ભણવાનું માંડ પૂરું કર્યું હતું અને હજુ હું પગભર પણ નહોતો થયો તેવામાં આપણે ભાગીને લગ્ન કરત ને તો સફળ ના જ થાત.અને તારા માં-બાપુજીને કેટલું દુઃખ થાત? મોહને સમજાવતા કહ્યું. હા તમારી વાત સાચી છે ,,દુઃખી તો બહુ જ થાત અને પછી મારા પસ્તાવાનો પાર પણ ન રહેત.તમારા લાઈફ પાર્ટનર કેવા છે? રાધાએ આતુરતાથી પૂછ્યું. એ તો મને ખૂબ ચાહે છે અને એનું નામ મીરાં છે. ઓ હો તો આખરે તમને મીરાં મળી ખરી.!અને તમારા મનગમતા ભજનનો જવાબ પણ મળી ગયો,,”શ્યામ તને રાધા ગમે કે ગમે મીરાં”.તું ગમે તે ધારી શકે છે ,મોહને ખુલાસો આપતાં કહ્યું- પ્રેમ અને લગ્ન વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. લગ્ન થાય તો પ્રેમ થયેલો હોવો જરૂરી નથી અને પ્રેમ થાય તો લગ્ન થવા જરૂરી નથી.લગ્ન પછી જ હું મીરાંને ચાહતો થયો છું અને હું તને પ્રેમ કરું છું એ એવો જ નિર્મળ પ્રેમ કાયમ રહેવાનો છે, કારણ કે સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ થતો નથી. મેં મીરાંને પણ એ જ કહ્યું હતું કે હું રાધાને ચાહું છું,પ્રેમ કરું છું.ત્યારે મીરાં મને ખૂબ સમજાવીને અંતે કહ્યું હતું કે હું પણ તમને પ્રેમ કરું છું અને આ પ્રેમ પણ ક્યારેય ભૂતકાળ નથી થવાનો. આ પ્રકરણ ત્રણ વર્ષ ચાલ્યા પછી અમે ગયા વર્ષે લગ્ન કર્યાં. જવા દે એ વાત,,બીજું બોલ કેવી ચાલે છે તારી શાયરી? તને મળતા પહેલાં મને બેફામનો એક શેર યાદ આવતો હતો :

દિલ ! જુદાઈ સ્વીકારી લે, પ્રતીક્ષા કર નહિ,
એ હવે મળશે તો બીજાની અમાનત લાગશે.

બહોત અચ્છે કહીને રાધા ઝૂમી ઉઠી…મેં પણ આ દસ વર્ષમાં પળે-પળે તમને યાદ કર્યાં છે.પરણ્યા પછી મને એવું લાગ્યાં કરતુ કે મેં તમને દગો કર્યો છે પણ આજે મને એવું લાગે છે કે પ્રેમ તો શરીરના બંધનોથી ખૂબ પરે છે અને તેની શરૂઆત થયા પછી ક્યારેય અંત નથી.શાયરીનું તો એવું છે ને કે જેવું આવડે એવું લખતા રહીએ…તમારું અડ્રેસ આપજો અગર મારી ગઝલોનું પુસ્તક બહાર પાડીશ તો ત્યારે તમને મોકલી શકું.મારી એક ગઝલ તમને સંભાળવું:

સાબિત કરવા મારા પ્રેમને સનમ,
દિલના પરતો આજે ખોલવાની છું.

કહે મોહન કઈ તરફ જુકશે પલડું,
રાધા અને મીરાંના પ્રેમને તોલવાની છું.

ઓ હો ,,,ક્યાં બાત હે…મોહને કહ્યું. અને આગળ સાંભળો, રાધાએ કહ્યું. મોહન ઉભો થઇ ગયો અને કહ્યું રાધા, હવે મારે જવું જોઈએ.મીરાં રાહ જોતી હશે અને સુરેશને કહેજે મોહન આવ્યો હતો. રાધાની આંખમાં છુપાયેલાં આંશુ જાણે વહી આવ્યાં અને રાધા એટલું જ બોલી શકી ,,હવે ક્યારે મળશો? જે સમયની હું દસ વર્ષથી રાહ જોતી હતી એ આવ્યો ય ખરો અને ચાલ્યો પણ ગયો. મોહન પણ રડમસ થઇ ગયો અને કહ્યું, અરે ,,રડવાનું ના હોય રાધા. આપણે ફક્ત શરીરથી જ તો અલગ છીયે,બાકી તો આપણે અળગાં છીએ જ ક્યાં? હું તને ચાહું છું અને હંમેશા ચાહતો રહીશ.આપણે લગ્ન કર્યાં છે એ પણ નિભાવવા પડશે ને..આ મારું કાર્ડ રાખ, જયારે તારી લખેલ ગઝલ સંગ્રહ પ્રકાશિત થાય તો મને જરૂર મોકલાવ જે. અને હા દિલ્હી આવવાનું થાય તો મળ્યા વગર ના જતી.

-ચંદ્રકાંત માનાણી

Comments on: "અમરપ્રેમ" (4)

  1. aa story jevi j vat me mari najar samax nihaali 6e….. tamari aa navalika to mane khub gami…….

  2. yaar candr kant ekadam hart touching story che prem ne sarir sathe koi samdh nathi prem to ekabija no thbakar che very nice bro keep it up thanx bro

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: