મારી લાગણીઓની સરવાણી


નથી એક પણ જવાબ તારી પાસે,
અને મારી પાસે સવાલો ઘણાં છે.

હોઠે વફાનું ગીત,આંખો હસીનાઓ પર,
આજકાલ દુનિયામાં,એવા લોકો ઘણાં છે.

નથી કોઈ જેના ખંભે માથું મૂકી શકું,
નહિતર દુનિયામાં,મારા મિત્રો ઘણાં છે.

મારે મન તું એક જ ભગવાન છો,
એ અલગ વાત છે,તારા ભક્તો ઘણાં છે.

તારું એક સ્મિત જોઈને ભૂલી જાઉં છું,
મારા જીવનમાં આમ તો દર્દો ઘણાં છે.

હંમેશની જેમ સાથ હતો, રહેજે સદા,
પ્રભુ! મારા પર તારા ઉપકારો ઘણાં છે.

એકને પણ સાકાર નથી કરી શકતો,
બેઠો છું વિચારીને એવા ખયાલો ઘણાં છે.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "તારા ઉપકારો ઘણાં છે." (2)

  1. chandrakant bhai tame aavj rite lakhata raho aev duwa 6e amary.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: