મારી લાગણીઓની સરવાણી


હોય દુનિયાની ખુશી,પણ આપનો ગામ લાગશે,
હો ગમે તે રાગ, એમાં પ્યારનો સમ લાગશે.

લોક સૌ માની રહ્યાં છે જેને જીવનનો પ્રવાહ,
અશ્રુ ને પ્રસ્વેદનો એ એક સંગમ લાગશે.

એ સિતારા જે સવારે આભ પર રહેતા નથી,
આવશે ધરતી ઉપર ને સૌને શબનમ લાગશે.

ચાંદ શો ચહેરો નજરમાં છે, ગમે તે રાત હો,
કે અમાવાસ્યા હશે તો પણ એ પૂનમ લાગશે.

ફૂલ તો એક જ હતું, પણ એ રીતે સુંગ્યું હતું,
શ્વાસમાં મારા હજી પણ એની ફોરમ લાગશે.

ગૂંચમાંથી છૂટવા એના તરફ જોયું હતું,
શી ખબર-એના ઈશારાઓય મોઘમ લાગશે.

હું ભરું જ્યાં આહ ત્યાં પણ આહ એવી નીકળે,
એ જ સાચા અર્થમાં બેફામ હમદમ લાગશે.

-બેફામ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: