મારી લાગણીઓની સરવાણી


મણીકંટનો કાલે સવારના ફોન હતો અને તેણે કહ્યું કે બાલાસુબ્રમણ્યમ હવે આ દુનિયામાં નથી રહ્યો.મણીએ ૩૫ વર્ષનો છે અને કાર્પેન્ટરનું કામ કરે છે.તેનો એક ફ્રેન્ડ છે કન્નન(૪૫ વર્ષ), એ પણ કાર્પેન્ટર છે. આ કન્નનનો ભાઈ એટલે બાલાસુબ્રમણ્યમ. બાલાની ઉમર હજુ માંડ ૨૪ વર્ષ જ હતી. સાંજે મળું છું કહીને મણીએ ફોન મુક્યો ત્યારથી બાલાનો ચહેરો મારી નજર સમક્ષ તરવરી રહ્યો હતો.

સાંજે મણીએ મને વિસ્તારથી વાત જણાવતા કહ્યું કે ગયા સોમવાર સુધી બધું બરાબર હતું.સવારના રાબેતા મુજબ બાલા કામ પર ગયો હતો. દિવસ દરમ્યાન તેને જાણ થઇ કે તેનો જીગરજાન દોસ્ત મંજુનાથ(ઉમર-૨૬) અચાનક મૃત્યુ પામ્યો છે.સાંજે ઘરે આવીને બાલા તેના ગામ(તામિલનાડુના મદુરાઈ જિલ્લાનું કોઈ ગામ) જવા નીકળ્યો.બીજે દિવસે મંજુની અંતિમસંસ્કાર વિધિ થવાની હતી.બાલા સમયસર ત્યાં પહોચી ગયો.બાલાથી મંજુની અણધારી વિદાય સહન ના થતાં તેણે ખૂબ દારૂ પી લીધો.વિધિ દરમ્યાન તે ભાનમાં જ નહોતો.અનાપ-શનાપ બોલતો રહ્યો કે મને મુકીને કેમ ચાલ્યો ગયો. એ દરમ્યાન બાલાને દારૂ ખુબ થઇ જતાં ત્યાં જ વોમિટ પણ કરી નાખી હતી.આવું બધું થતાં મંજુના ભાઈએ બાલાને તેના ઘરે મૂકી આવ્યા અને કહેવાય છે કે ત્યાર બાદ બાલા ઉઠ્યો નહોતો.તેણે હાર્ટ એટેક થયો કે મગજ પર કાઈ ગંભીર અસર થતાં કાઈ થયું એ કોઈને ખબર ના પડી.

કન્નનનું કુટુંબ બે દીકરીઓ,તેની પત્ની અને બાલા સાથે બેંગ્લોરમાં વર્ષોથી રહેતાં હતાં.અને તેના માતા-પિતા ગામમાં રહેતા હતાં.કન્નનને કેમેય કરીને વિશ્વાસ નથી આવતો કે બાલા હવે નથી રહ્યો.બાલા અને કન્નનની ઉમરમાં ખુબ તફાવત હતો અને કન્નને બાલાને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો.

કરુણતા જે છે એ તો મેં પાછળથી જાણી.બાળાના લગ્ન આવતા મહિને જુલાઈમાં નક્કી કરવામાં આવ્યા હતા.તેની સગી મોટી બહેનની દીકરી(ભાણેજ)સાથે.(અહી અમુક જ્ઞાતિના લોકો તેની ભત્રીજી કે ભાણેજી સાથે પરણે છે). એ જાણીને મને એની ભાવિ પત્ની માટે સહાનૂભૂતિ થઇ આવી.મારાથી બોલાઈ ગયું બહુ ખરાબ થયું. તો મણીએ કહ્યું કે હજુ વધુ ખરાબી થઇ શકી હોત, મેં આશ્ચર્યથી પૂછ્યું કેવી રીતે..? મણીએ ખુલાસો કરતાં કહ્યું કે વાસ્તવમાં બાળાના લગ્ન પહેલી જૂનના દિવસે નક્કી કરવામાં આવ્યા હતાં.,,પણ લગ્નના થોડા દિવસ પહેલાં જ બાલાના પિતાજી ગૂમ થઇ ગયા.તે ક્યાં છે કોઈને જાણ નથી. તે ઘર છોડીને ચાલ્યા ગયા કે શું થયું એ કોઈને ખબર નથી અને તેઓ આજ સુધી નથી મળ્યા. આથી બાલાના લગ્ન થોડા દિવસ ઠેલી નાખ્યાં હતાં.તેના પિતાને બાલાના મૃત્યુની ખબર પણ નહિ હોય….કદાચ.

આ સાંભળીને મને થયું કે ખરેખર કન્નનના કુટુંબ પર મોટું સંકટ આવી પડ્યું છે.ઘરના સારા પ્રસંગે બે ખરાબ પ્રસંગ બની ગયા.ઘરમાંથી બે જીવ સામટા ચાલ્યા ગયા. બાલાના મૃત્યુના ખબર સાંભળીને તેની માં રીતસર બેભાન થઈને પડી ગયાં હતાં.મને તો વારે-વારે એ કોડભરી કન્યાના વિચાર આવે છે કે તેના પર શી વિતી હશે…?તેના લગ્ન પહેલી જૂને જ થઇ ગયાં હોત તો તેણીની સ્થિતિ શી હોત..,,??હું તો વિચાર માત્રથી કંપી ઉઠું છું. ભગવાન કન્નનના કુટુંબને સહનશક્તિ આપે….

-ચંદ્રકાંત માનાણી (૨૪-૦૬-૨૦૧૨)

Advertisements

Comments on: "દુઃખદ સત્યઘટના" (2)

  1. મને કોઇ બોલાવતુ નથી said:

    ભાઈ મને દુખ થયુ આ વાત વાચીને.ીએશ્વર એમની આત્મા ને શાંતિ આપે…બાકી મસ્ત લખો છો આપ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: