મારી લાગણીઓની સરવાણી


કલ્પના કરો કે તમારો પ્રિય દોસ્ત કે પ્રિયપાત્ર આત્મહત્યા કરી રહ્યાં છે તો તમે શું કરશો ? ગળે
ફાંસો લગાવી રહ્યાં છે ફાંસીએ લટકવા તો તમે શું કરશો ? પોતાના શરીર પર કેરોસીન લગાવીને
મેચ બોક્ષથી પોતાના શરીર પર આગ લગાવવા પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે તમે શું કરશો ? એવી
જ સ્થિતિ મારી છે. મારા ઘણાં દોસ્તો તમ્બાકુ,બીડી,સિગરેટ,ગુટખા કે દારૂનું સેવન કરી રહ્યાં છે. આ
બધા એવા વ્યસનો છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાં તેઓ તેનું આનંદથી સેવન કરી રહ્યાં છે.
જયારે કોઈ પણ માણસ આત્મહત્યા કરતો હોય ત્યારે તે ખુબ ઉગ્ર, અસ્વસ્થ,અશાંત અને બેચેન
લાગતો હોય છે.જયારે અહી તો આનંદ આનંદથી, ઉત્સાહથી આત્મહત્યાની તૈયારીઓ થઇ રહી છે.
કેવો વિરોધાભાસ છે નહિ….!!

હું અવાર-નવાર મારા મિત્રોને ટોકતો રહું છું અને વ્યસનો છોડી દેવા વિનંતીઓ કરતો રહું છું. ફક્ત
મને ટાળવા,, જલ્દી જ છોડી દેશું એવું કહે છે પણ છોડતા નથી. હવે તો તેઓ મારો મજાક પણ
ઉડાવે છે. હું ખુબ નિરાશ થઇ જાઉં છું. હાનિકારક દ્રવ્યોનું સેવન ના કરો કહું છું અને એનાથી વધારે
હું કહી પણ શું શકું….?એક વખત મારા એક મિત્રએ(જે વ્યસન નથી કરતો) બધાં મિત્રોની
હાજરીમાં કહ્યું કે જનાવર(ગધેડાં,કૂતરાં,,વગેરે) પણ એ વસ્તુનું સેવન નથી કરતાં અને તમે એવી
બધી વસ્તુનું સેવન કરો છો એ સારું ના કહેવાય. તો એક મિત્રએ પ્રત્યુતર આપતાં કહ્યું કે જનાવર
તો જનાવર કહેવાય, અને જે વસ્તુ માણસ ખાઈ શકે તે જનાવર ના ખાઈ શકે. અને અમારા બે
તરફ ઈશારો કરીને કહ્યું કે માણસ થાવ માણસ. હું તો મનમાં જ સમસમીને રહી ગયો.શું કરું..?
વિચાર્યું,,બ્લોગમાં જ આનાં વિષે કંઇક લખવું જોઈએ. જો એનાથી એકાદ જણ પણ વ્યસન છોડશે
તો લખેલું સાર્થક ગણાશે.

જે વ્યસન કરે છે તેનાં ઘરના બધાં ખુબ વ્યથિત રહે છે.તે પોતે પણ જાણે છે કે આ હાનિકારક છે
છતાં છોડી શકતા નથી. વ્યસનની શરૂઆત દેખાદેખીથી,અદેખાઈથી,ટાઈમપાસ કરવા કે મિત્રને
સાથ આપવા થતી હોય છે. મેં ઘણાં મિત્રોને પૂછ્યું છે કે તમ્બાકુ કે ગુટખા ના ખાવ તો ના
ચાલે,,મોટાભાગે જવાબ હતો ચાલે…..મારો ફરી સવાલ ,તો પછી ખાવાનું છોડી કેમ નથી
દેતા..?તેઓનો જવાબ મૂકી દીધુતું પણ,ફરી બધાં દોસ્તોનાં આગ્રહ કરવાથી ફરી ચાલુ થઇ ગયું છે.
કેટલાક તો એવા પણ છે કે ભગવાન સામે માનતા માને છે કે હવેથી તમ્બાકુ,ગુટખા કે સિગરેટ છોડી
દઈશ,,પણ છતાં એ એકાદ અઠવાડિયું નથી ખાતા અને માનતાની એશી કી તેશી કરી અને ફરી
પોતાને વ્યસનને હવાલે છોડી દે છે.મારા મિત્રોમાં મોટાભાગે તમ્બાકુ અને ગુટખા ખાવાવાળા જ
ઘણાં છે.બીડી પીવા વાળાથી મને ખુબ નફરત છે. કોઈ સામેથી બીડી પીતો આવતો હોય તો મને
એવો ગુસ્સો આવે છે કે ચોડી દઉં બે-ચાર મોઢા પર…કારણ કે પોતે ધુમાડા કાઢતો બાજુમાંથી
વટાય છે અને છટારા ધુમાડા છોડતો જાય છે. તમને કદાચ થતું હશે કે વ્યસનીથી નફરત છે તો
તેને મિત્ર કેમ બનાવી રાખ્યા છે….લાત મારીને કાઢી મૂકો મિત્રવર્તુળમાંથી ..પણ હું એમ નથી કરી
શકતો. જયારે ને ત્યારે હું તેમને વ્યસનનાં ચુંગાલમાંથી છોડાવવાના પ્રતન કરતો રહું છું. તેમને હું
વ્યસનનાં દલદલમાં ફસાયેલા છોડીને આગળ વધી શકતો નથી. તેમને વ્યસન મુક્ત કરવાના
બધાં પ્રયત્નો કરીશ.ક્યારેક મને થાય છે કે ભગવાન મને પારસમણી બનાવી દે તો કેવું સારું…મારા

એ બધાં મિત્રોને સોનાનાં(વ્યસનમુક્ત) બનાવી દેત.ક્યારેક એમ થાય પણ છે મને કાઈ વ્યસન
નથી એટલે પારસમણીની થોડી અસર તો આપી છે પણ મારા સંસર્ગમાં જે વ્યસની મિત્ર છે તેને હું
પારસમણીની અસરથી વ્યસનમુક્ત નથી બનાવી શકતો. આ પારસમણીને એટલી પ્રભાવશાળી
નથી બનાવી પ્રભુએ!! અસર જરા ધીમી છે એટલે ફરક તો પડશે પણ થોડો સમય લાગશે..

મારું માનવું છે કે અગર સ્ત્રીપાત્ર ધારે તો પુરુષવર્ગને વ્યસનમુક્ત બનાવી શકે.સ્ત્રી પાત્રમાં
દીકરી,દોસ્ત,પ્રેમિકા,પત્ની,બહેન,માતા દાદી એમ બધાનો સમાવેશ થાય છે. આ બધાની વાતમાં
એટલી અસર હોય છે કે પુરુષવર્ગ વ્યસન છોડવાનું ગંભીરતાથી વિચારી શકે છે. અગર માતાને
ખબર પડે કે તેનો દીકરો હાનિકારક વસ્તુનું સેવન કરી રહ્યો છે ત્યારે તેના પર જાણે આભ જ તૂટી
પડે છે..અને વ્યસન છોડાવવાના બધા પ્રયત્નો કરે છે પણ બધાં વ્યર્થ જાય છે. દીકરીએ તેના
પપ્પાને વ્યસન છોડી દેવા સમજાવવા જોઈએ,,બહેને પણ પોતાના ભાઈને વ્યસન છોડી દેવા
સમજાવવા જોઈએ,,અગર નહિ છોડે તો હું પણ એવું વ્યસન ચાલુ કરીશ એવી ધમકી આપવી
જોઈએ.ગર્લફ્રેન્ડ,પ્રેમિકા કે મંગેતર સ્ત્રીએ તો તેના ભાવી પતિને ચોખ્ખું કહેવું જોઈએ કે જો તે

વ્યસન છોડશે તો જ લગ્ન કરીશ નહીતર નહીં. અને શક્ય હોય તો એવા વ્યસનીને મિત્ર કે ભાવિ
પતિ બનાવવો જ ના જોઈએ. Reject જ કરી નાખવો. કારણ કે વ્યસની વ્યક્તિના મોઢામાંથી
કાયમ ગંધ આવ્યા જ કરે છે,,વિશ્વાસ ના હોય તો કોઈ પરિણીત સ્ત્રીને પૂછી જોજો જેનો પતિ કઈ
પણ વ્યસની છે. લગ્ન પછી પત્નીની વાત માનીને વ્યસન છોડી દે તેવું કદાચ જ બને…બેચારી
એવી સ્ત્રીઓની મને દયા આવે છે….જયારે તેના પતિ આનંદ માણતા હોય છે ત્યારે તે સ્ત્રીઓ
ગૂંગળાઈ મરતી હોય છે. અગર તમે વ્યસન કરતા હો અને મારી વાત પર વિશ્વાસ ન હોય તો એક
વાતનો જવાબ નિયતથી આપો….કે ક્યારેય તમારી પત્નીએ તમને વ્યસન છોડી દેવાનો આગ્રહ
નથી કર્યો..? અગર જવાબ હા મા હોય તો મારી વાત સાચી છે. અને કોઈ સહનશીલ સ્ત્રી હોય અને
ફરિયાદ ના કરી હોય તો તમે પૂછી લેજો કે તમારા વ્યસનથી તેને કોઈ પરેશાની થાય છે કે
નહિ..મારા સલામ છે એવી સ્ત્રીઓને જેઓ ખાસ વિરોધ કર્યા વગર પોતાના વ્યસની પતિને
જીન્દગીભર સહે છે.. પણ ખરેખર મૂંગા મોઢે સહી લેવું યોગ્ય નથી. તમારે વિરોધ કરવો જોઈએ.
ગમે તેમ તમારા પતિનું વ્યસન છોડાવવું જોઈએ.,,અથવા તમારે એને છોડી દેવો જોઈએ. જો તમે
એવું નહિ કરી શકો તો કઈ વાંધો નહિ,, એ જ તમને જલ્દી છોડી જશે.

હું સમજુ છું કે વ્યસનની બાબતમાં આપણો દેશ હજુ પુરુષ પ્રધાન છે. લગભગ દરેક સમાજમા
વ્યસન કરવામાં પુરુષ વર્ગની ટકાવારી વધુ હોય છે. અને કોઈ પણ પુરુષ એવું નથી કલ્પી શકતો
કે તેની દિકરી,દોસ્ત,પ્રેમિકા,મંગેતર,પત્ની,બહેન,માતા વ્યસની હોય. પોતે કરે એ ચાલે પણ સ્ત્રી
વ્યસન ના કરી શકે. આપણાં સંતાનોને આપણે સલાહ આપતાં ફરીએ છીએ કે વ્યસન ના કરાય.
પણ છોકરાં આપણે કહીએ તેમ નહિ પણ કરીએ છીએ તેનું અનુકરણ કરતા હોય છે. મેં કેટલાય
એવા પિતા પણ જોયા છે જેઓ પોતાના નાની ઉંમરના સંતાનને પાનના ગલ્લે મોકલે છે પોતાની
સિગરેટ,તમ્બાકુ કે ગુટખા લાવવા.. એઓને કેમ સમજાવવા કે તમે જ તમારા સંતાનને મોતના
મુખમાં ધકેલી રહ્યા છો….

આપણે બધા સમજીએ છીએ કે બીડી,તમ્બાકુ,સિગરેટ,ગુટખા કે દારૂ એ આપણા શરીર માટે
હાનિકારક છે છતાં તેને છોડી શકતા નથી. તમારી દિકરી,બહેન,માતા,દોસ્ત,પ્રેમિકા,પત્ની,દાદા કે
પિતા તમને વ્યસન છોડી દેવા સમજાવશે પણ તમે વ્યસન નહિ છોડો પણ જયારે કોઈ ડોક્ટર
કહેશે કે હવે અગર તમે વ્યસનને નહિ છોડો તો તમારે દુનિયા છોડવી પડશે…. ત્યારે જ તમે
વ્યસન છોડશો,,,,અને છોડવું પડશે જ…..તો મારી એ તમામ વ્યસની મિત્રોને હૃદયપૂર્વકની
વિનંતી છે કે ડોક્ટર તમને કહે એ પહેલા મારી વિનંતી સ્વીકારો અને વ્યસનને આજથી જ છોડી
દો. દોસ્ત,વ્યસન છોડી દે ને ….pls.

-ચંદ્રકાંત માનાણી

Comments on: "દોસ્ત,વ્યસન છોડી દે ને ….pls." (22)

 1. લાગણી સહ અપીલ તમે કરી છે. કદાચ તમારા દોસ્તો આ વાંચીને નિર્વ્યસની થવાનો પ્રયત્ન કરશે.

  હું જ્યારે 23-27 વર્ષનો હતો ત્યારે કંપનીના કામોના લીધે બહુ બહાર ફરવાનું થતું હતું. એ વખતે ખાલી શોખ ખાતર મેં બીયર અને દારૂ પીવાનું શરૂ કર્યું હતું. ઉંમર હતી, ગજવામાં ફૂલ પૈસા રહેતા અને કોઇ રોકટોક નહોતી એટલે આ શોખ મારો પાંગરતો ગયો. ત્યારબાદ લગભગ 2 વર્ષ મંબઇમાં એકલો રહ્યો. ત્યારે પણ દર શનિ રવિ કાર્યક્રમ થતો.
  પછી કંપનીના કામથી હું ગોવા લગભગ એકાદ વર્ષ રહ્યો હતો. ઉંમર અને વાતાવરણ બન્નેએ મારા પર અસર જમાવી હતી. એ વર્ષ દરમ્યાન લગભગ દરરોજ સાંજે 2 પેગ થઇ જતા. શનિ રવિમાં રાત્રે જ્યારે બહાર રખડવા જતા ત્યારે તો આખી આખી રાત પીતા હોઇએ. મને યાદ છે જ્યારે જ્યારે ગોવાથી અમદાવાદ પાછું જવાનું હોય ત્યારે તો આખી રાત બહાર રહેતા અને ચિક્કાર પીતા. બીજા દિવસે સવારે AC coachમાં અમદાવાદ આવવા નિકળ્યા હોઇએ ત્યારે મડગાવથી સૂતા હોઇએ તો છેક રાત્રે પનવેલ આવે ત્યારે ઉઠીએ. ટૂંકમાં બહુ ચાલ્યું હતુ આ બધું એ સમયે. પછી ગોવાનો અમારો પ્રોજેક્ટ પત્યો અને એક દિવસે બેઠા બેઠા વિચાર્યું કે બસ હવે બહુ થઇ ગયું. અતિની ગતિ નહીં એમ વિચારીને ત્યારથી પીવાનું જાતે જ બહુ ઓછું કરી નાંખ્યું. આજની તારીખમાં હાર્ડ ડ્રીંક તો લગભગ બંધ જ છે અને બીયર પણ ફક્ત ક્યારેક જ પીવું છું (મહિનામાં એકાદ વખત)

  ટૂંકમાં મારા કિસ્સામાં “અતિની ગતિ નહીં” એ વિચાર કામ કરી ગયો. મારા પર કોઇનું દબાણ નહોતું કે મારા જીવનમાં એવો કોઇ ધક્કો પણ નહોતો લાગ્યો કે જે મને આ બધું ઓછું કરવા માટે વિચારે પણ બસ એમ જ આ વાત બની ગઇ. કદાચ તમારા મિત્રોને પણ આવો કોઇ વિચાર આવે તો એમના વિચારો બદલાઇ જાય 🙂

  • કૃણાલભાઈ, સૌથી પહેલા તો તમારી કબૂલાત ગમી. એ ઉમર જ કઈક એવી હોય છે કે ત્યારે તે આપણા પર અસર જમાવવાના પ્રયત્ન કરે છે. પણ તમે અતિની ગતિ નહિ એ વિચાર પર અમલ કર્યો અને વિચારો બદલ્યા એ સારું કર્યું. આશા છે કે હવે ફક્ત જે બીયર તમે ક્યારેક જ લો છો તે પણ છૂટી જાશે.

  • પ્રિય કુણાલભાઈ તમારો વ્યસન મુક્તિ બાબતના આગ્રહનો લેખ ગમ્યો, તમે તમારા વિષે નિખાલસતાથી ઘણી વાત કરી અને તમારી જાતેજ તમારા મન ગુરુએ તમને વ્યાસન મુક્તિનો રાહ ચીંધ્યો એ તમારા મનો બળને હું બિરદાવું છું, ચંદ્રકાંત માનાણી ભીની વાત ખરી છેકે ડોક્ટરોની વાતની પણ ગહરી અસર પડતી હોય છે .પત્ની કરતા પણ વધારે .
   મારો વેવાઈ જ્હોન અબ્દલા (લેબનોનનો ખ્રિસ્તી અરબ )સિગારેટ બહુ પીતો .તેની પત્ની એ સિગારેટ છોડાવવા બહુ પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા ડોક્ટરોએ એક વા ક્ય કીધું “જો તારે પૃથ્વી ઉપર રહેવું હોયતો સિગરેટ પીવી છોડ અને આકાશમાં જવું હોયતો ચાલુ રાખ “અને તેજ ક્ષણે સિગરેટ બંધ
   સ્ત્રીઓની પણ પુરુષો ઉપર ગહરી અસર પડતી હોય છે . મારી એક સ્ત્રી મિત્ર છે . (ગર્લ ફ્રેન્ડ નહી )હું એને એના દાદા કરતા પણ વધુ વહાલો લાગુ છું .
   એમ તે મને કહતી હોય છે . તે મારાથી દોઢ હજાર માઈલ દુર રહે છે .એક વખત મારી દાઢી કપાવી નાખવાની ડોકટરોને જરૂર પડી .હું દાઢી ન કપાવવા બાબત મક્કમ હતો .મેં ડોક્ટર અને નર્સને કીધું કે મરી જાઉં તો ભલે પણ દાઢી નહિ કપાવું .મારા પોત્રે હોસ્પીતલ માંથી મિત્રને ફોન કર્યો .અને વાત કરી કે દાદા હોસ્પીટલ માં છે .એની દાઢી કપાવવાની ખાસ જરૂર છે પણ કપાવવા નથી દેતા .છોકરીએ કીધું દાદાને ફોન આપ મેં ફોન લીધો .છોકરી ફક્ત એટલું બોલી દાઢી કપાવી નાખો .અને ફોન મૂકી દીધો મેં ડોક્ટરને કીધું દાઢી કાપી નાખો .અને મેં દાઢી નાખી કાઢી .સ્ત્રીઓ ની પ્રશ ન્શાનું ગીત તમે બોગ ઉપર સાભ્લીયું હશે , ન સાંભ લીયુ હોય અને તમારી સાંભલવાની ઈચ્છા હોયતો તમારો ઈ મેલ મને મોકલો હું તમને વિડીયો મોકલીશ .

   • હિંમતલાલ ભાઈ,,,,ખુબ ખુબ આભાર તમારી કીમતી કોમેન્ટ બદલ.
    બાકી તમારી સ્ત્રી મિત્રની એ ફક્ત એક જ લાઈનની વાત તમે કેમ માની લીધી એ સમજણ ના પડી….
    મારું ઈ-મેઈલ આઈડી મુકું છું-chandrakanthpatel30@yahoo.com

 2. સામાન્ય રીતે આવા વ્યસનો ટીન એજ / કોલેજ કાળમાં મિત્રોના સંપર્કમાં આવતા થતા રહે છે અને હું પણ તમાકુ/ગુટકા કે ધુમ્રપન કે આલ્કોહોલ પી શકું છૂ તેમ સાબિત કરવા અને મિત્રોમાં સોટા પાડવા વટ કે સાથ થતા રહે છે જે આગળ જતા વળગણ બની જીવન બરબાદ કરે છે અને જ્યાં સુધી તકલિફ શરૂ ના થાય ત્યાં સુધી કોઈની સલાહ કે ઉપદેશ કોઈ વ્યસન મુક્તિ કરાવી શકતા નથી. તમાકુ/ધુમ્રપાન વગેરેથી ઉભી થયેલી તકલીફ ના નિવારણ માટે જ્યારે ડૉક્ટર પાસે નિદાન માટે જવાની ફરજ પડે છે ત્યારે અને જો ડૉક્ટર માત્ર કદાચ બાયો—- પ્સી કરાવી પડશે તે પૂરું કહે તે પહેલા જ વ્યસન મુક્ત થઈ જવાતું હોય છે. જે મિત્ર આ વ્યસન ક્યારે છોડવા તૈયાર ના થતા હોય તે માત્ર ડૉકટરના એક શબ્દ વડે તે જ ક્ષણે છૂટી જતું હોય છે ! જીવવાની જીજીવિસા એટલી પ્રબળ હોય છે.
  વારંવાર વ્યસન છોડવાનો ઉપદેશ કે સલાહ આવા લોકોને ના છોડવા જીદી બનાવે છે અને વધુ અને વધુ વ્યસનમાં ઓતપ્રોત બને છે.

 3. જેને વ્યસન છોડવું જ છે એ ક્રુણાલભાઇએ ઉપર જણાવ્યા મુજબ છોડી જ દે છે. અને નથી છોડવું એ નથી જ છોડતા, અને ઘણાં તો પાછા કહે છે, “અમને કાંઇ આદત નથી. આ તો ખાલી શોખ ખાતર..”

  એ આદત ક્યારે એમની મજબૂરી બની ગઇ એની એમને જ ખબર નથી.!

  સરસ બોધ આપતો લેખ…

 4. Dear….you are right…i proud of u….Thanks…..!! to give a suggetion for happy life…!!

 5. When every friends think like u this all will change

 6. આપનો આ લેખ ખુબ જ ગમ્યો , બુકમાર્ક મારીને રાખવા જેવા લેખોમાંનો છે , તમારી જેમ મને પણ વ્યસનની વાત ખુબ સ્પર્શે છે જેનું મોટું ઉદાહરણ છે મારી નવલકથા “સળગતા શ્વાસો ” જેનો વિષય છે “સ્મોકિંગ “

 7. khub j saras lekh lakhyo chhe chandrakant bhai…. hu tamaro lekh n ena par ni comment vanchi ne vyasan mukt thava ni mehnat aaj thi j start karu chhu…. asha rakhu chhu ke bhagwan mane em karva mate nu majbut manobal n shakti aape…. thanx for this eye opener article

  • ચોક્કસ, ચેતનભાઈ, ભગવાન તમને વ્યસન મુક્ત થવાની શક્તિ અને મનોબળ આપશે જ…! જયારે તમને એમ લાગે કે વ્યસન મુકવું શક્ય નથી ત્યારે આ લેખ ફરી વાંચી લેજો…

 8. rajkamal priyavanshi said:

  khub saras lekh che aavu vadhu lakho ne loko ma jagruti lavao abhinandan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: