મારી લાગણીઓની સરવાણી


હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ,
કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ.

નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું,
કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ.

રેતીનું ઘર નથી શાશ્વત દરિયાકિનારે,
કોઈ મકાનો ચણશે ને હું યાદ આવીશ.

હું મરી ગયો લડીને,શરણે ના થયો,ફરી,
કોઈ સામનો કરશે ને હું યાદ આવીશ.

મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં,
કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.

હું બદનામ થયો કે પ્રસિદ્ધ થઇ ગયો,ઝિક્ર,
કોઈ નામનો કરશે ને હું યાદ આવીશ.

કેટલાયે હશે જે તારા પર મરતાં હશે,
કોઈ પરવાનો મરશે ને હું યાદ આવીશ.

-ચંદ્રકાંત માનાણી

Comments on: "હું યાદ આવીશ." (3)

  1. DIVYA DANGI said:

    YAD AAVAVA MATE KOI REASON NI JARUR NA HOY

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: