મારી લાગણીઓની સરવાણી


મારું નામ રવિકાંત આચાર્ય છે અને હું મોહમ્મદ શેખ, જે બેન્ગલોરના નામી વકીલોમાંના એક છે ત્યાં ડ્રાઈવરની નોકરી છેલ્લા ત્રણ વર્ષથી કરું છું. શેખસહેબની ફેમિલીમાં એમનો પુત્ર સુલતાન, પુત્રી મુસ્કાન અને એમના પત્ની છે.મારી ડયુટીનું કાઈ નક્કી નથી, ઘરનું કોઈ પણ સભ્યને તેના ગંતવ્ય સ્થાને મારે લઇ જવા અને લઇ આવવા. શેખસાહેબ મારો ખૂબ ખયાલ રાખે છે.મારા લગ્નને બે વર્ષ થઇ ગયા. મારા ઘરમાં હું,પત્ની રીટા અને મારી માં છે, પિતાજી હવે નથી રહ્યા.તેમને શેખસાહેબને ત્યાં ૧૦ વર્ષ નોકરી કરી અને એના કારણે જ મને અહી નોકરી મળી છે તેમજ ઘરના સભ્ય જેટલું માનપાન પણ મળે છે. સુલતાન સીએના ફાઈનલ વર્ષમાં છે અને મુસ્કાન કોલેજના છેલ્લા વર્ષમાં છે. રોજ સવારે મુસ્કાનને કોલેજમાં છોડવી,શેખસાહેબને કોર્ટમાં છોડવા અને બંનેને ઘરે પાછા લાવવા એ મારી મુખ્ય જવાબદારી છે.

મુસ્કાનનો વ્યવહાર હમણાં-હમણાં બહુ વહાલભર્યો રહે છે. મને ખબર છે એ મને ચાહે છે પણ હું એના પ્રેમનો કદાપિ સ્વીકાર કરી શકું એમ નથી. ક્યારેક થાય છે નોકરી છોડી દઉં. એકવખત જયારે આ વિશે મેં મુસ્કાનને વાત કરી’તી તો તેણે મને એમ ના કરવા કહ્યું અને પાછી વહાલભરી ધમકી પણ આપી કે તમે મારાથી દૂર જશો તો હું કઈક કરી બેશીશ અને એના જવાબદાર તમે રહેશો.તમે મને ના ચાહો તો કાઈ નહિ પણ મારાથી દૂર ના જશો.મુસ્કાન મને હમેશા માનથી જ બોલાવે છે. શરૂઆતના દિવસોમાં મુસ્કાન કારની પાછળની સીટમાં બેસતી હતી પણ અચાનક શું થયું કે તે હવે મારી સાથે આગળની સીટમાં જ બેસે છે. મને ખૂબ સંકોચ થાય છે, મેં એને કહ્યું કે માલિક પાછળ બેસે એ જ સારું લાગે. તો એણે કહ્યું કે મારા માલિક તો તમે છો.મુસ્કાનની હમેંશની ફરિયાદ રહે છે કે તમે ક્યારેય હસીને મારી સાથે વાત નથી કરતા.ફક્ત પૂછું એનો જવાબ આપો છો એ મને નથી ગમતું. તમને મને કોલેજ મુકવા આવવું ના ગમતું હોય તો કહી દો તો હું બાઈક લઇને જઈશ. અને પછી એને સમજાવવી બહુ મુશ્કેલી થતી.

એકવખત મને કહ્યું કે જાઓ છ વાગ્યાના શોની ચાર ટિકિટ બૂક કરાવી આવો.તે દિવસે તેની ત્રણ બહેનપણીઓ સાથે મને પણ બોડીગાર્ડ ફિલ્મ જોવા લઇ ગઈ. હું તો ક્યારેય તૈયાર ન થાઉં પણ મારી એક સખી આવી નથી તો હવે તમે જ ચાલો નહીતર ટિકિટ વેસ્ટ જશે. પછી શું થાય જવું પડ્યું,તે દિવસથી બોડીગાર્ડનું સોંગ ‘તેરી મેરી પ્રેમ કહાની’ મુસ્કાનનું પસંદીદા થઇ ગયું’તું અને કોલેજ જતાં એને એકવખત સાંભળતી જ. હું જાણું છું મુસ્કાનનો પ્રેમ નિર્દોષ છે. તે મને ખુબ ચાહે છે. બધાના જીવનમાં એક તબક્કો એવો આવતો હોય છે કે તેને કોઈનાથી પ્રેમ થઇ જાય છે. મારો એ તબક્કો એકવખત આવી ગયો છે એટલે હું સભાન છું.

ત્રણ દિવસ પહેલા એક બનાવ બન્યો. મુસ્કાનની કોઈ સખી ઘરે આવી હતી. થોડીવાર પછી બંને ક્યાંક ગયું, હું પણ મારાં સમયે ઘરે ચાલ્યો આવ્યો. પાછળથી અમ્મીનો ફોન આવ્યો કે ક્યા છે રવિ, વરસાદ જોરમાં ચાલુ છે અને મુસ્કાન હજુ ઘરે નથી આવી. એ એની મિત્રના ઘરે છે તો એને અહી ઘરે મૂકી જાને…હું હજુ ઘરે પહોચ્યો જ હતો વળી ફરી પાછું કામે જવું એમાં કંટાળો તો આવતો હતો પણ હું ના ન કહી શક્યો. મારી પાસે કાર નથી આથી રેઇનકોટ પહેર્યો અને એક મુસ્કાન માટે લઇ અને બાઈક લઈને નીકળ્યો. મુસ્કાન મારી રાહ જોઈને જ ઊભી હતી, મને જોઈને જ દિલગીરી વ્યક્ત કરી કે,’ સોરી, મારા કારણે તમને ડીસ્ટર્બ થવું પડ્યું’ અને બાઈક પર બેસી ગઈ. મુસ્કાન પહેલી વખત બાઈકમાં મારી પાછળ બેસી હતી. આખા રસ્તે હું સૂન્ન થઈને બાઈક ચલાવતો રહ્યો,ઘરે પહોચતાં કલાક થયો. છેવટસુધી એ મારી પ્રેમિકા હોય એ રીતે મને અડીને બેસી હતી. મેં પણ કશો વિરોધ ના કર્યો પણ મને થયું કે હવે મારે જેમ બને તેમ જલ્દી મારી(અને મુસ્કાનની પણ ખરી)મુશ્કેલીની વાત મુસ્કાનને કરવી પડશે. કારણ કે મુસ્કાન રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ગાડી ચલાવી રહી છે.ક્યારે અકસ્માત થાય કહી શકાય એમ નથી.

આજે મુસ્કાન ખૂબ ખુશ દેખાય છે. મારે,મુસ્કાન અને અમ્મીને લઈને મૈસુર જવાનું છે એમ કહેતી હતી. કોઈ પારિવારિક કારણે તેની બુઆને ત્યાં. મુસ્કાન તૈયાર થઈને આવી અને અમ્મી ન આવતા મેં પૂછ્યું તો કહ્યું કોઈ કામ પડી ગયું, તે નથી આવતાં અને આપણને જ જવું પડશે. એ તો એટલી ખુશ હતી જાણે પ્રેમી જોડે લોંગ ડ્રાઈવ પર જઈ રહી હોય. અને એતો જતી જ હતી….રસ્તામાં સામાન્ય વાતચિત્ થતી રહી. પણ અચાનક મુસ્કાને પૂછ્યું મારી સાથે નિકાહ કરશો..? એને ખબર છે છતાં મારી સાથે નિકાહ કરવા તૈયાર છે….મેં સમજાવતા કહ્યું જો મુસ્કાન ,,હું પહેલાથી જ પરેશાન છું. હું તારી સાથે લગ્ન નહિ કરું અને હું તારે યોગ્ય પણ નથી. તું કોઈ સારો છોકરો જોઈને પરણી જજે, આમેય તારા પર કેટલાયે મરે છે…અને સાંભાળ હું તને કઈક કહેવા માંગુ છું. હું પણ તારી જેમ વિભાને ચાહતો હતો અને આજે પણ ચાહું છું. એપણ મને ખૂબ ચાહતી હતી અને આજે પણ મને એ નથી ભૂલી.વિભા મારા ઘરની બાજુમાં રહેતી હતી. બધું બરાબર હતું પણ તેના પપ્પા મારી વિરોધમાં હતા. તેને વિભાને કહ્યું હતું કે જો તે મારી સાથે પરણશે તો એ આત્મહત્યા કરી લેશે. વિભાએ પપ્પાની વાત માની. એના પપ્પા એ કહ્યું ત્યાં એ પરણી અને કહે છે કે એ ખુશ છે…લગ્ન પહેલા મને છેલ્લે મળવા આવી ત્યારે ખૂબ રડી હતી. પણ શું થાય..? એને મને કહ્યું હતું કે આપણે પરણી ના શક્યા તો શું થયું પણ હું તો તમારી જ રહીશ. હું હમેશા તમને ચાહતી રહીશ…પ્રેમનું એ જ તો મહત્વ છે,,કે એમાં શરીરથી એક થવું એ મહત્વનું નથી, પણ આપણા મનનું મિલન મહત્વનું છે. આ વાતને છ વર્ષ થઇ ગયાં છે. પછી એ મળી નથી. એના પપ્પા વિભાના લગ્ન પછી બીજે રહેવા ચાલ્યા ગયા છે. હા,વિભા ફેસબુક પર મિત્ર થઇ હતી… તમે મને પહેલા કેમ ના કહ્યું..? વચ્ચે જ મુસ્કાન મને અટકાવતા પૂછ્યું. ફેસબુક પર તો મેં પણ તમને રીક્વેસ્ટ મોકલી છે અને તમે હજુ સુધી એક્સેપ્ટ નથી કરી. બધી વાત કરું છું ને, તને બધા જ ખુલાસા આપી દઉં..સાંભળ,

જયારે મારા લગ્ન રીટા સાથે થયા ત્યારે મને થયું કે એ જ મારી વિભા છે અને રીટાને વિભા બનાવીને તેની સાથે જીવીશ. જીવનનું કોઈ રહસ્ય બંને વચ્ચે ના રહેવું જોઈએ એમ વિચારીને મેં એને વિભા વિશે કહ્યું હતું. મને હતું કે હું રીટાને ખૂબ પ્રેમ આપીશ પણ એવું થઇ શકતું નથી. મેં જ્યારથી વિભા વિશે વાત કરી છે ત્યારથી રીટા મને શકની નજરથી જુએ છે. મારા મોબાઈલમાં મેસેજ અને કોલ્સ ડીટેલ ચેક કર્યા કરે છે અને મારા ફેસબુકમાં કોણ કોણ છે એ પણ બતાવવા કહ્યા કરે છે.તેણે મને વિભા સાથે સંપર્ક ના રાખવા કહ્યું અને આથી મેં વિભાને એક મેસેજ કરીને મારી મુશ્કેલી જણાવી, અને અનફ્રેન્ડ કરી દીધી. હું હર કોશિશ કરી રહ્યો છું કે રીટાને વિભાનો પ્રેમ આપું, ભલે એ કહેવત હોય કે વહેમનું ઓસડ ના હોય પણ હું તેના હર શકને દૂર કરવા પ્રયત્ન કરીશ. રીટાને ક્યારેક તો મારા પ્રેમનો અહેસાસ થશે જ. વિભાની પણ એ ઈચ્છા હતી કે હું મારી પત્નીને ખૂબ ખુશ રાખું અને આથી જ રીટાને હું પ્રેમ પછીનો પ્રેમ કરું છું.

હા,હું તમારી વાતથી સંમત છું, મુસ્કાને કહ્યું,,ઠીક છે તો હું પણ તમારી રાહમાં નહિ આવું. પણ તમને હું એટલી હદે ચાહીશ કે જેમ તમે હમણાં વિભાને યાદ કરો છો એમ મને પણ યાદ કરવી પડશે. વિભાની સાથેસાથે હું પણ તમને ચાહતી રહીશ. તમારા શબ્દોમાં કહું તો હું પણ તમને તમારા પ્રેમ પછીનો પ્રેમ કરતી રહીશ. પપ્પાએ મને પૂછ્યું હતું કે મુસ્કાન નિકાહ કરીશ કે આગળ ભણવું છે, એટલે મેં તમને પૂછ્યું’તું કે મારાથી લગ્ન કરશો. પણ હવે હું આગળ અભ્યાસ ચાલુ રાખીશ અને બનશે તો લંડન જઈને ભણીશ. તને જે કરવું હોય તે કરજે પણ પ્રેમ કરવાના ચક્કરમાં એટલું ધ્યાન રાખજે કે મારી નોકરી સલામત રહે,મારે હવે વધુ જવાબદાર બનવું પડશે કારણ કે, હું પપ્પા બનવાનો છું.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: