મારી લાગણીઓની સરવાણી


સતત ચાલી રહ્યા છે શ્વાસ ને ધબકાર મારામાં,
કરે છે કોણ આ આઠે પ્રહર સંચાર મારામાં.

હવે સંસારમાંથી કાઈ મેળવવું નથી મારે,
હવે શોધી રહ્યો છું હું બધોયે સાર મારામાં.

બિચારા મારા પડછાયા ય મારી બહાર ભટકે છે,
નહિ મળતો હશે એને કોઈ આધાર મારામાં.

અરીસામાં નિરખવાની મને ફુરસત હજી ક્યાં છે?
કરું છું હું હજી તો ખુદ મને સાકાર મારામાં.

ભીતર ખખડ્યા કરીને રાતભર ઊંઘવા નથી દેતા,
ભર્યા છે કેટલાંયે સ્વપ્નના ભંગાર મારામાં.

મગર અફસોસ-મારી જેમ સૌના હાથ ખાલી છે,
વસેલા છે નહીં તો સેંકડો દાતાર મારામાં.

કદાચ એથી જ મારામાંથી હું નીકળી નથી શકતો,
બીડાયેલા હશે કઈ કેટલાંયે દ્વાર મારામાં.

ભલા આ સુર્યકિરણોને હજી એની ખબર ક્યાં છે?
દિવસ ઊગતાં સમાઈ જાય છે અંધકાર મારામાં.

હું ડૂબી જઈશ તો પહીચાડશે એ લાશને કાંઠે,
રહેલો છે કોઈ એવો ય તારણહાર મારામાં.

હૃદય લઈને ફરું છું તો પછી ઘરની જરૂરત શી?
કરી લઉં છું મને મળનારનો સત્કાર મારામાં.

મને લાગે છે-મારામાં જ ખોવાઈ ગયા છે એ,
ઉઠે છે એમ એના નામનો પોકાર મારામાં.

તમે મલક્યા હતા જો કે ફક્ત એક ફૂલના જેવું,
મગર ખીલી ગયો છે આખો એક ગુલઝાર મારામાં.

બીજાને શું, મને ખુદનેય હું ચાહી નથી શકતો,
ફક્ત તારા જ માટે છે બધોયે પ્યાર મારામાં.

છું હું તો આઈના જેવો,અપેક્ષા કઈ મને કેવી?
કરી લો આપ પોતે આપના દીદાર મારામાં.

એ એક જ હોત તો એનો મને કઈ ભાર ના લાગત,
રહેલા છે મગર બેફામ તો બેચાર મારામાં.

-બેફામ

Advertisements

Comments on: "સતત ચાલી રહ્યો છે" (3)

 1. શરુઆતમાં ખુબ મજા પડી પણ છેલ્લે બેફામ બદલાઈ ગયેલા લાગ્યા –

  અરીસામાં નિરખવાની મને ફુરસત હજી ક્યાં છે?
  કરું છું હું હજી તો ખુદ મને સાકાર મારામાં
  …..
  છું હું તો આઈના જેવો,અપેક્ષા કઈ મને કેવી?
  કરી લો આપ પોતે આપના દીદાર મારામાં.

  જો કે છેલ્લી લાઈનો વધારે ગમી !

 2. બે-ફામ તો બે-લગામ માણસ લાગ્યો. (ગજલમાં)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: