મારી લાગણીઓની સરવાણી


નવમી મે ના રોજ મે ૩૦ વર્ષ પુરા કર્યાં.બાળપણમાં ઘણી વખત જન્મદિવસ ભૂલી જતો પણ હવે ફેસબુક છે એટલે આપણે ભૂલીએ તોય મિત્રો ભૂલવા ન દે.ગયા વર્ષ કરતાં આ વર્ષે ધાર્યા કરતાં ક્યાય વધારે શુભકામનાઓ મળી જેમાં ફેસબુક વોલ-મેસેજ,ફોન કોલ-મેસેજ,ઈ-મૈલ મુખ્ય સ્ત્રોત રહ્યાં.શુભકામનાઓ પાઠવવા બદલ તમામ દોસ્તોનો આભાર. બધા વર્ષે કઈ ને કઈ સંકલ્પ કરું છું એવું નથી પણ આ તો અમસ્તું કઈંક શિખવા માટે છે.

(૧)
થોડા દિવસ પહેલા ક્યાંકથી એક સરસ વાક્ય જાણવા મળ્યું જે આપણને બધાને ખબર જ છે છતાંય ધ્યાનમાં આવ્યું અને અમલ કરવા જેવું લાગ્યું. વાક્ય આ પ્રમાણે છે, ” આપણાં જીવનને સુધારવું કે બગાડવું એ આપણી જીભ પર આધાર છે.” આના પર થોડું ધ્યાન દેતાં માલુમ પડ્યું કે જીભ દ્વારા હું જાણે અજાણ્યે કેટલાયે લોકોને દુઃખ પહોચાડી રહ્યો છું. અહં,ગુસ્સો,સહનશીલતા કે કોઈની અહેમિયત એ માટે ભાગ ભજવતાં હોય એવું મને લાગે છે. જરૂર ના હોય અને કોઈનો મજાક ઉડાડવો,વાત વચ્ચેથી કાપવી કે ટોન મારવો, ગુસ્સે થયા પછી જેમતેમ બોલી જવું …આ બધાં અમુક પ્રકારો છે જેના દ્વારા મેં ઘણાને દુઃખ પહોચાડ્યું હશે. જે લોકોને દુઃખ પહોંચે છે એ બધાં નજીકના લોકો જ હશે કારણ કે બીજા લોકો સાથે વ્યવહારિકતા દાખવીએ અને હસી હસીને સારી સારી વાતો કરીએ છીએ …એટલે જ સ્વજનોને ઠેસ ન લાગે એવું બોલવાનો પ્રયત્ન કરવો છે.

(૨)
બેફામ સાહેબની એક ગઝલ છે ”થાય સરખામણી તો ઉતરતાં છીએ”.બેફામે ગઝલમાં પોતાની સરખામણી કરી છે અને પોતાને ઉતરતા બતાવ્યા છે. જયારે આપણે કાઈ સરખામણી કરીએ છીએ ત્યારે આપણાંથી જોડાયેલી વ્યક્તિ કે વસ્તુની કરીએ છીએ.આપણાં પાસે જે હોય છે એની અહેમિયત આપણને નથી હોતી.માનવ સ્વભાવ છે આપણને બીજાનું જ સારું લાગે છે. અને આ સરખામણી કરવામાં છેવટે આપણને દુઃખી થવું પડે છે. હજુ વધુ સારું મેળવવાના ચક્કરમાં આપણે આનંદમાં જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણી પાસે જે છે એને વધુ અહેમિયત આપવી છે.

મારે જીવનમાં આ બે વાત ઉતારવી છે. હવે જોઈએ કેટલો સમય લાગે છે. આ વાતને લગતો એક શેર રજુ કરું છું….

શું મળ્યું છે એ જો શું નથી મળ્યું એ નહિં,
સહજ થા મન તે ત્રીસ પાનખર જોઈ.

-ચંદ્નકાંત માનાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: