મારી લાગણીઓની સરવાણી


સંભાવના મીઠી મળે થોડીઘણી ,
મીઠાશ કંઈ આવી ભળે થોડીઘણી .

કંકર ગણી જે વાતને ફેકી અમે ,
એ વાત વિસ્તારી જળે થોડીઘણી,

અંધારની છાયા તમે શોધો હવે ,
દીધી હશે દીવા તળે થોડીઘણી।

આ એષણામાં હું મટી દરિયો થયો :
“બસ આ નદી નીચે ઢળે થોડીઘણી।

સૌન્દર્ય તો ખુદનું હતું એ ફૂલને ,
શોભા વધારી ઝાકળે થોડીઘણી।

એ ભવ્યતાના ચાલ અંતિમ દર્શને ,
લટકી રહી છે ચાકળે થોડીઘણી।

સૌ હાલ જાણે છે અહી પૂછ્યા પછી ,
એ વેદનાને ક્યાં કળે થોડીઘણી .

-હેમંત ગોહિલ “”મર્મર “

Advertisements

Comments on: "થોડીઘણી" (1)

  1. હેમંત ગોહિલ "મર્મર " said:

    આભાર …….આપના બ્લોગ માટે શુભેચ્છા …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: