જઈ રહ્યો છું કોઈ કારણે


જઈ રહ્યો છું કોઈ કારણે એ તો બહાનાં થઇ ગયાં,
થઇ અમારી ઉપેક્ષા તો અમે રવાના થઇ ગયાં.

જે પળોને જીવનમાં જીવી ગયાં તે યાદોં થઇ ગઈ,
જે પળો જીવવાની બાકી રહી તે સપના થઇ ગયાં.

તમારી ઈચ્છાઓ શમાં બની ઝલતી રહી,
મારા અરમાનો મરવાને પરવાના થઇ ગયાં.

દીવાનગીની હદ વટાવે તેને જ તું મળતો લાગે છે,
પ્રભુ, જે હતાં તારે ભરોસે તેઓ દીવાના થઇ ગયાં.

તમારો સાથ છૂટવાથી જીવનમાં કેટલો ફરક પડી ગયો,
હતા ખુશીના ભંડારો ગમના ખજાના થઇ ગયાં.

જાણે કાલથી જ રાહ જોઉ છું એવું લાગતું હતું,
અને આજે આ ઇન્તેઝારને જાણે જમાના થઇ ગયા.

-ચંદ્રકાંત માનાણી

 

3 thoughts on “જઈ રહ્યો છું કોઈ કારણે

Leave a comment