મારી લાગણીઓની સરવાણી


છંદમાં લખતા મને ફાવે નહિ ,
ને કવિતા છંદ વિણ આવે નહિ

પ્રેમમાં ભાગી જઈ પાછી ફરે ,
એ તરુણી કોઈ અપનાવે નહિ

હા ,સિગારેટ જોખમી છે દેહને,
બીજું ખોખું આવું સમજાવે નહિ

ખુબસુરત યુવતીના હોઠપર ,
છે મજાનું ગીત, ફરમાવે નહિ

આવનારા આવીને બેસી જશે
આવનારા દ્વાર ખખડાવે નહિ !

આત્મ-દીપક જાતે ચેતવવો પડે,
આવી બીજું કોઈ પ્રગટાવે નહિ !

‘ઈશ’ દ્રષ્ટા થઇ ફ -કત જોયા કરે
એટલે તો એ નજર આવે નહિ !

-મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: