મારી લાગણીઓની સરવાણી


અમુક સવાલો એવા હોય છે જેના જવાબો ક્યારેય નથી મળતા.એમાંય વળી બાળપણમાં ઉદભવેલ મનના પ્રશ્નનો જવાબ જો એ સમયે ન મળે તો એ પ્રશ્નો મનમાં લાંબા સમય સુધી સવાલ જ રહે છે.મારા મનમાં બાળપણમાં આવા સવાલો ઉદભવેલા…
૧,હવા,વરસાદ,વાદળ,વીજળી એ ક્યાંથી આવે છે અને ક્યાં ચાલ્યાં જાય છે..?
૨,દરિયાનું પાણી ખારું કેમ હોય છે, મીઠું પીવાલાયક કેમ નહિ?
૩,દિવસમાં દેખાતો ચાંદો આપણે ચાલીએ ત્યારે સાથે સાથે કેમ ચાલે છે?

આવા તો કેટલાય સવાલો મનમાં થતા અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ જુના સવાલોના જવાબ મળતા જાય અને નવા સવાલો ઉદભવતા જાય. બીજી વાત મારી એવી માન્યતા દસ-બાર વર્ષથી છે કે આપણે જેને યાદ કરતાં હોઈએ એ પણ આપણને યાદ કરતાં હોય છે અથવા એ આપણને યાદ કરતાં હોય છે એટલે એની યાદ આવે છે. હવે આ વાત સાચી કે ખોટી એ વાત મને ખબર નથી પણ હું વ્યક્તિગત રીતે આવું માનું છું. હમણાં કાજલ ઓઝા વૈદ્યની બુક “કૃષ્ણાયન” વાંચી અને તેમાં આ વાતનો ઉલ્લેખ છે ત્યારે મને મારી વાતને સમર્થન મળી ગયું.

આવી જ એક બીજી બાબત છે અને એ સપનાની વાત છે. જે લોકો આપણાં સપનામાં આવે છે શું એને આપણે સપનામાં આવતા હશું ખરાં? ભૂત કે ભગવાનના સપનાની વાત નથી કરતો. મને ઘણીવાર એવા લોકો સપનમાં આવે છે જેને મળ્યાને ઘણો સમય થઇ ગયો હોય અને વાસ્તવિક જીવનમાં તેની સાથે કઈ લેવા દેવા પણ ન હોય….ત્યારે મનમાં સવાલ થાય કે એ લોકોને પણ હું સપનામાં દેખાતો હોઈશ…?મને એવું લાગે છે કે યાદ અને સ્વપ્નને સીધો કે આડકતરો સંબંધ હોવો જોઈએ. મોટાભાગે આપણે જેને યાદ કરતાં હોઈએ એ જ સપનામાં આવે છે. અગર યાદોની પરસ્પર આપ-લે હોય તો શક્ય છે કે સ્વપ્નની પણ આવી જ પરસ્પર આપ-લે હોવી જોઈએ. ઘણી વખતે એવું બન્યું છે કે આપણે જેને યાદ કરતાં હોઈએ અને એ જ વ્યક્તિ આવી ચડે અથવા એનો ફોન આવી જાય ત્યારે એવું બોલી જાય કે સો વર્ષની ઉંમર છે હમણાં જ તને યાદ કરતો’તો કે તને ફોન કરવાનું વિચારતો’તો અને ત્યારે તારો ફોન આવ્યો. પણ સ્વપ્નની બાબતમાં આવી કોઈની સાથે ચર્ચા થઇ નથી તું મારા સપનામાં આવ્યો હતો શું હું તારા સપનામાં આવ્યો’તો..?

ખાસ નોંધ- “તમને અગર માધુરીની યાદ આવતી હોય કે તે સપનામાં આવતી હોય તો તે પણ તમને યાદ કરતી હશે કે તમારા એને સપના આવતાં હશે એ તમારી ફક્ત કલ્પના સાબિત થાય તો દોષ દેશો નહિ. મેં અહી વાત મુકેલી છે એ વાત આપણા જીવનમાં રહેલાં(આવેલાં) લોકો અંગેની છે.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "મારાં સપનાંની વાત" (2)

  1. tme pan kazal mem na friend cho . bhai kharekhar aava savalo bahu thay che. ane tmne thanks , ke aavu lakho cho amra jeva gare betha pan vanchi sake .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: