મારી લાગણીઓની સરવાણી


લઇ આવશે એક દિ’ મારી પાસે તાણીને ,
તમે ભલે કસીને બાંધી રાખો લાગણીને…

તરસતાને તરસવું જ પડશે પાણી વિના,
શું છે તરસ કોણ સમજાવશે પાણીને…?

કેવી અજબ વિડંબણા છે તમને શું કહું,
મારી સમજી બેઠો છું ગંજીફાની રાણીને.

બીજાના દિલે ઘસરકા ન પડે ધ્યાન રાખ,
એવી રીતે વાપર તારી કિંમતી વાણીને..

વિશ્વાસનો નાજુક ધાગો જો જો તૂટે નહીં,
વારે વારે ના ચકાસો એને તાણી તાણીને.

પ્રભુ બોલાવશે ત્યારે જવાનું નક્કી જ છે,,
ત્યાં સુધી તું જીવ એક એક પળ માણીને.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: