મારી લાગણીઓની સરવાણી


દાયકા ચુકી ગયો જીવ્યો છું ક્ષણ બસ એક-બે
હાથમાં આવી શક્યા રેતીના કણ બસ એક-બે

સાત પરદા ચીરીને મળવું પડે છે જાતને ,
મેં હટાવ્યા છે હજી તો આવરણ બસ એક-બે

સેંકડો મોકા જીવન આપે છે મૃત્યુ પામવા ,
જીવવા માટેની તક આપે મરણ બસ એક-બે

ધર્મ એવો કોઈ અંગીકાર કરવો જોઈએ ,
કરતા હો ચુપચાપ જેનું આચરણ બસ એક-બે

આમ તો મિત્રો મળ્યા કંઈ કેટલા આખર સુધી
યાદ કરવા જાઉં તો આવે છે જણ બસ એક-બે

એ જમાનામાં હતો દાનેશ્વરી એક જ અને ,
આ જમાનમાં ય છે સાચા કરણ બસ એક-બે

મનમાંથી તારી છબી ધૂંધળી બની પીગળી ગઈ
કેમેરામાં પણ બચ્યા તારા સ્મરણ બસ એક-બે !

એ જ સામે ચાલીને આવી મને ભેટી ગયો
એના તરફે મેં ઉઠાવ્યા’તા ચરણ બસ એક-બે

આપણા બંનેની પાસે છે વિષય જુદા-જુદા,
હું ભણું કાવ્યો તું લઇને સ્લેટ ભણ બસ એક- બે

-ઈશ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: