મારી લાગણીઓની સરવાણી


૧. હમણાં ગણા સમયથી બ્લોગમાં પોસ્ટ કરી શકાતું નથી. એક નવલિકા લખીને તૈયાર છે…કવિતાઓ પણ લખી છે..પણ બ્લોગમાં મુકાતી નથી…આળસ એ જ કારણ છે…એટલે વિચાર્યું એક નવી કેટેગરી ચાલુ કરું એમાં થોડા જ સમયમાં અપડેટ્સના રૂપે કઈક પોસ્ટ કરું જેથી બ્લોગ જીવંત રહે…એટલે જ આજે હું બ્લોગમાં એક નવી કેટેગરી ઉમેરી રહ્યો છું….જેમાં જીવનમાં ઘટતા બનાવોને ટૂંકમાં આવરવાનો પ્રયત્ન કરીશ…

૨. લગભગ દોઢેક મહિનો થયો છે, ઝરણાંને હોમવર્ક નથી કરાવ્યું…પહેલા સમય પ્રવાસ(અમદાવાદ+બાલેસર)માં ગયો અને પછી વોલીબોલ પ્રેક્ટિસમાં.

૩. ગઈ કાલે મૈસુરમાં વોલીબોલ ટુર્નામેન્ટ હતી, ખુબ મજા આવી…લગભગ એક મહિનો રોજ રાત્રે પ્રેક્ટીસ કરતા એમાં પણ મજા આવી…ટુર્નામેન્ટ ઇન્ડોર સ્ટેડીયમમાં હતી…વર્ષો પહેલા સ્કૂલના દિવસોમાં૧૯૯૭ માં રમેલી ટુર્નામેન્ટના સ્મરણો તાજા થયા. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ્ અને પોંડીચેરી ના ઇન્ડોર સ્ટેડિયમની યાદો જીવંત થઇ …

૪.કાઝલ ઓઝા વૈદ્યની નવલકથા ”મધ્યબિંદુ” વાંચી…ખુબ મજા આવી…અને બીજી એની જ નવલકથા ”મૌન રાગ ” વાંચવાનું ચાલુ છે. એ નવલકથા નું એક વાક્ય ખુબ ગમ્યું જે તમારા માટે શેર કરું છે..”સત્ય બોલવું , પ્રિય બોલવું, પ્રિય હોય એવું અસત્ય ન બોલવું અને અપ્રિય હોય અને કડવું લાગે એવું સત્ય ન બોલવું..”

૫. જય વસાવડાની જય શ્રી કૃષ્ણ અને પ્રીત કિયે સુખ હોય એ પણ હાથવગી થઇ ગઈ છે…અફસોસ થયો યુવરાજ જાડેજાની “સળગતા શ્વાસો” ના મળી..

૬. કાલે ઉતરાયણ છે. ગામમાં પતંગોથી આકાશ રંગબેરંગી થઇ ગયું હશે …

-ચંદ્રકાંત માનાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: