મારી લાગણીઓની સરવાણી


૧. કાઝલ ઓઝા વૈધની છેલ્લે વાંચેલ નવલકથા મધ્યબિંદુ અને મૌન રાગ બહુ જ ગમેલી, એટલે એની જ લખેલી દરિયો એક તરસનો ભાગ ૧-૨, છલ ભાગ ૧-૨, સન્નાટાનું સરનામું ભાગ ૧-૨ લીધી છે. આશરે પંદરેક વર્ષ પહેલાં બે ભાગોમાં વહેચાયેલી નવલકથા રસિક મહેતા લિખિત મંદાર મંજરી વાંચેલ અને હમણાં દરિયો એક તરસનો વાંચી રહ્યો છું. પહેલાં તો થયું કે બબ્બે ભાગ કેમ વંચાશે પણ પહેલો ભાગ કેમ પુરો થઇ ગયો ખબરેય ના પડી. બહુ મસ્ત નવલકથા છે.

૨. નવલકથાના પાત્રોમાં તમને તો રસ નહિ પડે પણ મારી યાદી માટે પાત્રોના નામ લખું છું. કથામાં મોસમ,સાહિલ,લજ્જા,આશુતોષ,રજની,પરવીન,મોહસિન,મયંક,આદેશ મુખ્ય પાત્રો છે. એક વાત નોંધવા જેવી છે, કાઝલબેનની ત્રીજી નવલકથામાં પણ નાયકનું નામ અ અક્ષર પરથી છે.

૩.બે-ત્રણ મહિના વીતી ગયા મેં કોઈ કવિતા જેવું નહોતું લખ્યું..આજે હિન્દીમાં જોડકણાં જેવું લખ્યું છે જે નેક્સ્ટ પોસ્ટમાં મુકવાનો છું.

૪.દસેક દિવસ પહેલાં એક અજીબ બનાવ બની ગયો. હું મારી બાઈક પર જવાની તૈયારી કરતો હતો અને એક ૬૫-૭૦ વર્ષના બુઝુર્ગે મને રોક્યો અને પૂછ્યું કે અહીંથી યશવંતપુર કેટલું દુર છે,,એને ઇન્સર્ટ કર્યું હતું, હાથમાં બે-ત્રણ ફાઈલો હતી..એના ચહેરા પર કરચલિયો વળી ગયેલી સ્પષ્ટ દેખાતી હતી અને એ થાકેલા પણ લાગતા હતા, મેં અંદાજો કરી કહ્યું હશે આશરે વીસેક કિલોમીટર…વીસ કિલોમીટર…એવો ઉદગાર કરીને એ અટક્યા અને મારી સામે જોવા લાગ્યા…અને એકાએક એને મને કહ્યું કે મારું વોલેટ બસમાંથી ચોરાઈ ગયું છે, મારી પાસે એક પણ રૂપિયો નથી, છેલ્લી ૪૫ મિનિટથી હું એમને એમ ચાલ્યા કરું છું,..તમે મને નેક્સ્ટ સ્ટોપ પર છોડી શકશો..એ બુઝુર્ગ અગ્રેજીમાં વાત કરી રહ્યો હતો અને થાકેલો પણ લાગતો હતો..નિવૃત થવાની ઉમરે હજી કામ કરી રહ્યો છે વિચારીને મને એના પર દયા આવી..મેં એને કહ્યું કે નેક્સ્ટ સ્ટોપ પર તમને છોડી દઈશ પણ ત્યાં ય તમારી હાલત આ જ થવાની છે…મેં એને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે તમે બસમાં ચાલ્યા જાઓ..મેં સો રૂપિયા આપ્યા કે તરત એની આંખોમાં આંસુ ધસી આવ્યાં…રડતા સ્વરે કહ્યું કે બેટા તે મને ટેન્સનમાં મોટી રીલીફ આપી છે…મારે સો રૂપિયા કેવી રીતે પાછા આપવા,,,મેં મારું કાર્ડ આપ્યું અને કહ્યું મને કોલ કરજો…અને હું ત્યાંથી નીકળી ગયો… આજે કઈક સારું કામ કર્યાનો સંતોષ મનમાં હતો….. પણ હજુ એનો કોલ નથી આવ્યો…ત્યારે એમ લાગે છે કે એ બુઝુર્ગ મને છેતરી ગયો કે કેમ…!! કારણ કે એની આંખો પરથી એ જુઠું બોલે છે એવું નહોતું લાગતું…હું હજુ એના ફોનની રાહ જોઉં છું.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: