મારી લાગણીઓની સરવાણી


૧.જીવનમાં કેટલો સમય આપણી પાસે છે કાઈ ખબર નથી..પણ આપણે એમ સમજીએ છીએ કે આપણી પાસે ખુબ સમય છે. બાઈકની પેટ્રોલ ટાંકી ફૂલ કરવી નાખીએ ત્યારે એમ લાગે છે કે હવે બાઈક આમ જ ચાલશે અને ક્યારેય પેટ્રોલ ખાલી નહિ થાય, પણ થોડા દિવસ બાદ ફરી પેટ્રોલ ભરાવું પડે છે…આપણા જીવનનું પણ એવું જ લાગે છે કે આપણે ક્યારેય વૃદ્ધ નહિ થઈએ, ક્યારેય મરશું નહિ પરંતુ આપણને પણ એક દિવસ જવું જ પડશે.

૨.મર્યાદીત સમયમાં ગમતા મૂવી જોવાં, ગમતી નોવેલ વાંચવી, ન્યુઝ પેપર વાંચવા,મેગેઝીન વાંચવા, ક્રિકેટ વોલીબોલ કે અન્ય રમતો રમવી, ઓનલાઈન ગેમ રમવી,ફેસબુક અને વોટ્સએપ્પને ન્યાય આપવો,વોકીંક કરવા જવું, ફેમીલીને સમય આપવો,બાળકોને હોમવર્ક કરાવવું,કામ કરવું…..લીસ્ટ લાંબુ છે…અંતે થાકીને સુઈ જાઉં છું.

૩.ગયા રવિવારના બધા મિત્રો ગુરુકુળમાં ક્રિકેટ રમવા ગયા હતા, હું ના ગયો..કારણ કે થોડું કામ હતું… મન નહોતું માનતું..પ્રિયતમાએ મળવાનું કહ્યું હોય અને ન મળી શકાય એવું દુખ ક્રિકેટ ન રમી શકવાનું થયું.

૪.દરિયો એક તરસનો બીજો ભાગ પણ વાંચ્યો. નવલ કથાનો સુખદ અંત છે.આ નોવેલ જાણે મલ્ટી સ્ટારર ફિલ્મ જેવું છે. ડોક્ટર આશુતોષની સ્વસ્થતા ખુબ ગમી. સન્નાટાનું સરનામું નવલ કથા વાંચવાની ચાલુ કરી આજ(ગયા રવિવાર)થી…

૫. હોળી અને ધુળેટી જાણે રિસાઈને ગયા આ વર્ષે. ના તો હું હોળી માતાના દર્શન કરવા ગયો અને નાતો હું ધુળેટીના રંગોથી રમવા ગયો. પ્રોમિસ હોળી-ધુળેટી આવતા વર્ષે તમને નિરાશ નહિ કરું..

-ચંદ્રકાંત માનાણી

Comments on: "અપડેટ્સ-૭" (2)

  1. પ્રિય ચંદ્રકાંત માનાણી
    તમારી અપડેટ્સ 7 વાંચવી ગમી આતાના રામ રામ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: