મારી લાગણીઓની સરવાણી


આજે બેન્કનો સ્થાપના દિન હોવાથી બ્રાંચ મેનેજરે તમામ સ્ટાફને હોટલ તાજમાં ડીનર પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. હું વિચારતો’તો કે નેહા પણ આવશે, ફરી એની મીઠી નજરોનો સામનો કરવો પડશે પણ એવું બન્યું નહીં. એ ના આવી અને હું પણ એ પાર્ટીમાં બેચેન રહ્યો. મારો અને એનો સંબંધ કોલીગ સિવાય કઈ નથી, અમે બંને પરિણીત છીએ છતાં અમારા વચ્ચે કંઇક એવું છે. આકર્ષણ, દોસ્તી કે પ્રેમ, એને શું નામ આપવું એ નક્કી ન કરી શકાય એવું… બેંકમાં હું જયારે એની સામે જોઉં ત્યારે એની મીઠી નજર કોઈને કોઈ બહાને મારી સાથે અથડાઈ જાય છે. ક્યારેક એની નજરનો સામનો કરવાની મારામાં હિંમત નથી રહેતી. મને થાય છે કે હું મારી પત્નીને દગો કરી રહ્યો છું. મારી આંખોને એના રૂપનું જ આકર્ષણ છે એટલે જ મારી નજર જુકી જાય છે કાયમ….જાણે કોઈ ગુનેગાર હોઉં, શું કરું ? નેહા છે જ એટલી ખૂબસુરત …કોઈ પણ પુરુષ લપસી જાય.

 

ઘણીય વખત એની સાથે વાત કરવાનો મોકો મળે છે. લંચ સમયે સાથે જ જમીએ છીએ. મારી વહાલી પત્નીએ પેક કરેલ લંચ બોક્સ ખોલું અને એની રસોઈ કલાના વખાણ ચાલુ થઇ જાય. નેહા જાણે માયા (હા, મારી પત્નીનું નામ માયા છે)ની ફેન થઇ ચુકી છે. કેટલીયવાર નેહા,માયાને મળવા ઘરે આવીશ એવું કહે છે પણ બે વર્ષમાં ક્યારેય ઘરે નથી આવી.મને લાગે છે કે નેહાના લગ્ન જીવનમાં પ્રોબ્લેમ છે. ગઈકાલે કહેતી હતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીને ચાહે છે અને એને નેહામાં રસ નથી. એની એ વાત જાણીને મને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ આવી.અને મારી વાસનાભરી લાલસા પર ફિટકાર થઇ આવ્યો. નેહા એક સાચો મિત્ર ઈચ્છે છે… એને સહારાની જરૂર હતી….. અને હું સ્વાર્થી શું વિચારતો હતો, છી..

 

બે દિવસથી નેહા બેંક નથી આવી. મેં ફોન કર્યો ત્યારે ખબર પડી કે એનું ચાર વર્ષનું લગ્નજીવન હવે નથી રહ્યું. એના ડિવોર્સ થઇ ગયા છે એ રડતી હતી એના મરેલા લગ્નજીવન પર. એના પતિને એ ખુબ ચાહતી હતી.પણ શું થાય..? સબકો મુકમ્મલ જહાં નહિ મિલતા… હું અને માયા એના ઘરે ગયા હતાં.એને આશ્વાસન આપ્યું હતું.

 

નેહા હવે રેગ્યુલર બેંક આવવા લાગી હતી.એક મહિનો તે ખુબ ઉદાસ-ઉદાસ રહેતી હતી. પણ હમણાં-હમણાં એના ચહેરા પર કોઈ ખુશીની લહેર દેખાતી હતી. પણ મને ખબર નહોતી કે એની ખુશી મારા માટે દુઃખનું કારણ બની જશે. એકદિવસ બેન્કનું કામકાજ પત્યા પછી નેહાએ એના ઘરે સાથે આવવા કહ્યું. આજે એ ડાર્ક બ્લુ  કલરની સાડીમાં ખુબ સુંદર લાગતી હતી. મેં મારા મનમાં રહેલા વાસનાના કીડાને દાબીને રાખ્યો’તો. હું એવો કોઈ ચાન્સ લેવા નહોતો માંગતો કે એ સળવળે અને મન ને ચટકા ભરાવે. હા, મને નેહા ગમતી હતી પણ હું એના માટે માયાને દગો ન કરી શકું. ઘરે પહોચી નેહાએ બંને માટે ચાય બનાવી.પછી મોકો જોઈને કહ્યું કે એ મને ચાહવા લાગી છે. હું એની વાત સમજતો હતો એ શું કહેવા માંગે છે. ત્યારે, હું તને ચાહી શકું એમ નથી નેહા,,, સોરી, કહીને ચાલી નીકળેલો. મને ડર હતો કે હું ત્યાં વધુ રોકાયો હોત તો મન ચલિત થઇ જાત, કૈક ખોટું થઇ જાત. હું વિચારી શકતો હતો કે મારા ગયા પછી નેહા ખુબ રડી હશે.

 

બીજે દિવસે નેહા ખુબ ઉદાસ લાગતી હતી. લંચ ટાઈમ થયો પણ એ ન આવી મારી સાથે લંચ કરવા… હું ગયો એની પાસે, સાથે જમ્યાં..મેં નેહાને કહ્યું, હું પણ તને પ્રેમ કરું છું. એ સાંભળતાં જ એની નજરમાં ચમક આવી.. મને તારું શરીર આકર્ષે છે તું ખુબ સુંદર છો કોઈ પણ પુરુષ તારા પ્રત્યે આકર્ષાય એ સ્વાભાવિક છે…મારા મનમાં પાપ છે. હું ગઈ રાતે ઊંધી શક્યો નથી અને ગુનાહિત લાગણી મહેસુસ કરું છું. એને ચમકતા કહ્યું કેમ..?, મેં ખચકાતા કહ્યું, જયારે હું તને જોઉં છું ત્યારે માયાનો નિર્દોષ ચહેરો મારી આંખોમાં તરવરે છે. અને તને અને માયાને બંનેને છેતરતો હોઉં એવી લાગણી અનુભવું છું. તું કોઈ સારો છોકરો જોઈને પરણી જા. જો આ સંબધમાં આપણે આગળ વધશું તો ત્રણેય દુઃખી થશું. આજે મારા મનનો મેલ તારી સામે ઉજાગર કરતા હળવાશ અનુભવું છું. નેહા, માયા મારા પર ખુબ ભરોસો કરે છે અને હું વિશ્વાસઘાત કરવા નથી માંગતો. હું માનું છું કે આપણે સારા મિત્રો બની શકીશું. હું જોઈ શકતો હતો કે નેહાની આંખોમાં આંસુ ચમકતાં હતાં. જો બીજા લોકોની હાજરી ના હોત તો ચોક્કસ નેહા રડી જ પડત. તમે તો આરામથી કહી દીધું જે તમને કહેવું હતું… થોડીવારે રહીને નેહાએ કહ્યું, બધો દોષ મારો જ કે હું તમારી લોભી નજર ના ઓળખી શકી. તમારામાં અને મારા પતિમાં તો પછી શો ફરક છે..? એ રાતના અંધકારમાં મને ચુથતો અને તમે દિવસના ઉજાસમાં … એ કોઈ ઔર ને ચાહતો રહ્યો અને તમે તમારી પત્નીને વફાદાર છો. વગર ગુનાએ હું સજા ભોગવી રહી છું. અગર તમને તમારી પત્નીનો એટલો જ ખયાલ હતો તો તમે શા માટે મને આકર્ષવાના પ્રયત્નો કરતા રહ્યા…પુરુષજાત જ કુતરાની પુંછડી જેવી છે. નેહાના બધા વાગ્બાણ મૂંગા મોઢે સહી લીધાં. મને મારી જાત પ્રત્યે નફરત થવા લાગી હતી..નેહાની આંખો માંથી આંસુના બે બિંદુ સરી પડ્યા હતાં.

 

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "વાસના અને વિશ્વાસ" (13)

 1. kalpatarudhanani said:

  Kharekhar saras lakhyu chhe..
  Vicharta kari didhu k kon sachu

 2. dipti said:

  સરસ નવલિકા. પણ મારા મતે આ ભાઇ ગુન્હેગાર ના ગણાય કેમ કે, સ્ત્રિ અને પુરુષ જ્યરે એક હદ થી વધારે નિકટ આવે એટલે સ્વાભાવિક રિતે આકર્શણ તો થવાનુ છે જ અને એ વસ્તુ એ સમ્જિ ને યોગ્ય માર્ગે બતાવે છે જેમા એનો સ્વાર્થ નથી.

 3. પણ ના જ અપનાવાય ને અને અપનાવે તો માયા નુ શુ?….

  • તો પછી નેહાનું હવે શું. …

   • એક જવાબ આપિ સક્શો? નેહા યોગ્ય માર્ગે છે???

   • dipti said:

    માફ કરજો સર એક તો આટ્લી બધી comments માટે અને બિજુ કે, જો આપ નેહા ને યોગ્ય માર્ગે ગણ્તા હોય તો મારો મુદ્દો નહિ જ સમ્જ્જિ સકો એટ્લે રેહ્વા દૈયે……..હુ નેહા ને અયોગ્ય તોપ નથી જ ગણ્તી પણ એનો રસ્તો તો ગલત છે જ ઘણીવાર જિન્દ્ગી મા એવુ બંતુ જ હોય છે કે, માણસ પોતે ગલત ના હોય પણ એનો રસ્તો ગલત હોઇ સકે!!!! ….બાકી તો દરેક નિ પોતનિ દ્રશ્ટિ નિ વાત છે.

   • તમે તમારી રીતે સાચાં હોઈ શકો છો. ….હા હુ તમારી વાત નથી સમજ્યો…મને નેહા એટલે ગલત નથી લાગતી કારણ કે એને જીવનમાં સાચો પ્રેમ ન મળ્યો. ..એની એક માત્ર આશા હતી એ પણ ઠગારી નીવડી. ..અને મારી આ નવલિકા કટાક્ષ છે પુરુષ જાત પર….જે જ્યા સુંદર શરીર જોયું નથી અને ખરાબ વિચાર કર્યા નથી. .મારી નજરે નેહા અને માયા નિર્દોષ છે. ..

 4. sagar khetani said:

  Nice.chanda..tari banavel story mast chhey..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: