મારી લાગણીઓની સરવાણી


૧. હેપ્પી ન્યુ યર મુવી જોયું. શાહરુખ પણ નશીબદાર છે, છેલ્લી ત્રણ દિવાળીથી એના ત્રણેય મુવી હું જોવા  જાઉં છું. રા.વન, જબ તક હે જાં અને હેપ્પી ન્યુ યર. શું કરે યાર બીજું કોઈ ઓપ્સન નહતું.

૨. મુવી ઈન્ટરવલ સુધી જોયું ત્યાં સુધી બોર થઇ જવાયું, પણ પછી મજા આવી. એનામાં રીપીટ થતા ડાયલોગ,…રાધે રાધે બોલો જય કનૈયા લાલકી, ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા(ડાન્સ કોમ્પી. વખતે), કિસ્મત ભી સલી કુત્તી ચીઝ હે…

૩. મુવીમાં મોદીને પણ આવરી લીધાં છે….જયારે ભારતની ટીમને શુભેચ્છા પાઠવતા મોદી નજરે ચઢતાં જ થીએટરમાં મોદી મોદીની બૂમો પણ સાંભળવા મળી….

૪. આ ઉપરાંત મૂવીનું બીજું એક દૃશ્ય મને ભૂતકાળમાં ખેંચી ગયેલું…જયારે શાહરુખની ટીમ ડાન્સ પરફોર્મન્સ માટે જાય છે ત્યારે દીપિકા ભગવાનની પૂજા કરીને બધાને પ્રસાદ આપે છે, આ દૃશ્ય જોઈને હું પોંડીચેરી અન્ડર ફોર્ટીન વોલીબોલ ટુર્નામેન્ટ રમવા ગયેલો(૧૯૯૬) ત્યારની યાદ તાઝા થઇ ગઈ. અમે ત્યારે ગુજરાતની ટીમમાં બધા જીલ્લાના ખેલાડીઓ હતાં અને જયારે મેચ રમવા જતાં ત્યારે મહેસાણાનો દશરથ કરીને એક ખેલાડી હતો જે દીપિકાની જેમ પૂજા કરીને પ્રસાદ આપતો, પ્રસાદ ક્યાંયથી લેવા ન જતાં પણ દશરથ સુખડી લાવેલ તેની જ પ્રસાદ કરતા.

૫. આ ઉપરાંત હમણાં બે દિવસ માટે કચ્છમાં જવાનું થયેલું.. ટ્રેનની મુશાફારીમાં મુંબઈના સજ્જન ગાલાકાકા સાથે મુલાકાત થઇ. યાદ રહી જાય તેવા સૌને મદદગાર થવા સદા તત્પર એવા, અને એનો વિશેષ ઉલ્લેખ એટલા માટે કે હું એકલો જ પ્રવાસ કરી રહ્યો હતો, જમવાનો મૂડ નહોતો, એ જમતા હતાં અને મને ખાસ કોઈ ઓળખાણ વગર આગ્રહથી જમાડ્યો તે માટે.

૬.  મને સદાય એવું લાગે છે કે આપનું જીવન જાણે ટ્રેનના એક પ્રવાસ જેવું છે. ટ્રેન અને જીવનની સામ્યતાઓ મને જણાય છે તે જણાવું…..

(અ) ટ્રેન કોણ ચલાવે છે, કોઈ ક તો છે જે ચલાવે છે અને એના ભરોસે આપણેપ્રવાસ પણ કરીએ છીએ અને તે દેખાતો પણ નથી જીવનમાં પણ એવું જ છે પ્રભુ, જીવન ચલાવે છે અને એના ભરોસે જીવ્યા જઈએ છીએ.

(બ) ટ્રેનમાં પ્રવાસ માટે સમયસર રૂપિયા ખર્ચીને ટીકીટ લેવી પડે છે, જીવન પ્રવાસનું પણ એવું જ કઈક હોવું જોઈએ આપણે કઈક સારા કર્મો રૂપી ટીકીટ લીધી હશે ત્યારે જ આ પ્રવાસ શક્ય બન્યો હશે…

(ક) ટ્રેનનો અને જીવન પ્રવાસ નક્કી જ છે. આપણને જન્મથી મરણ સુધી જ જવાનું છે. અને તે છતાં આપણે પોતાની સીટ માટે કેવો અહંકાર અને માલિકીભાવ જતાવતા ફરીયે છીએ. જાણે કાયમ આપણી જ એ સીટ ન હોય!! સેકેન્ડ ક્લાસમાં રિસર્વ સીટ પર પ્રવાસ કરતા હોઈએ અને કોઈ  અમસ્તું કલાક માટે બેસતું હોય તો પણ આપણે ઘુરકિયાં કાઢતા હોઈએ છીએ.

(ડ) ટ્રેનના કોચમાં દિવસ દરમિયાન લાઈટ લગતી હોય તો એ દેખાતી પણ નથી અને રાત્રે જયારે સુવા સમયે કોઈ લાઈટ બંધ ન કરે તો ઊંઘ ન આવે, જીવનમાં પણ આવું જ છે જયારે સુખનો સમય હોય ત્યારે કોઈ ફરિયાદ નથી રહેતી પણ જયારે દુઃખનો અંધકાર છવાય છે ત્યારે સુખમાં (દિવસના) જે ક્ષુલ્લક લાગતી તકલીફ દુઃખમાં સુવા નથી દેતી.

(જ) ટ્રેનના પ્રવાસ દરમિયાન ગંતવ્ય સ્થાને પહોચતાં  કેટલાય મુસાફરો ચઢે છે અને ઉતરે છે, જીવનમાં પણ એવું જ છે. કેટલાયે લોકો જીવન માં આવે છે. કોઈની ટીકીટ કન્ફર્મ હોય કોઈ આરએસી, કોઈ વેઈટીન્ગમાં તો કોઈને માટે રિગ્રેટ …ટ્રેનમાં આવતા લોકોમાં કોઈ ફક્ત કલાક માટે કોઈ ચાર કલાક માટે તો કોઈ છેક સુધી સાથે રહેતાં હોય છે. જીવનમાં પણ કઈક આવું જ હોય છે.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "અપડેટ્સ-10" (4)

  1. સુંદર વિચારો અને અવલોકનો [ ખાસ તો પેલું ઘુરકિયા’વાળું 😉 ]

  2. Sir, myself Geeta, from surat…sir tamara lakhela shabdo heart touch kari de chhe… ane aa vakhate tame train ma je vichar anubhavya chhe eva vicharo mane pan thaya …. sache j tame khub saru lakho chho.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: