મારી લાગણીઓની સરવાણી


  • પહેલી નજરના પ્રેમ વિશેની માન્યતા બદલી રહી છે. વીતેલા જીવન પર નજર કરું છું તો સમજાય છે કે અમે જેને પહેલી નજરનો પ્રેમ સમજતા, એ તો એ હતાં જ નહીં. કદાચ અમે એની પહેલી નજરનો પ્રેમ હોઈએ તો કહેવાય નહીં. જીવનના આ પડાવ પર રોજે-રોજ અનેક ચહેરાઓ પહેલી નજરે ગમી જાય છે એનેય પહેલી નજરનો પ્રેમ જ કહેવો રહ્યો. આ પરથી અમે એ નિષ્કર્ષ પર આવીએ છીએ કે ઉંમરના અલગ અલગ પડાવ પર પહેલી નઝરના પ્રેમનો અર્થ બદલાતો હશે.
  • અશ્વિની ભટ્ટ કૃત કરામત નોવેલ વાંચી રહ્યો છું. હજુ શરૂઆત જ કરી છે. પન્નીફોઈ છવાયલાં છે.
  • મારો એક દોસ્ત બ્રુસ લીનો જબરો ફેન છે. એને બે-ત્રણ વખત બ્રુસ લીનો ઉલ્લેખ કરીને વખાણ્યો, તો એની જીવની વીકીપીડીયામાં વાંચી. બત્રીસ વર્ષે જ બ્રુસ લી આ દુનિયા છોડી દીધી જાણીને દુઃખ થયું. બીજો વિચાર એ આવ્યો કે અગર રોજ સવારે, આજે જીવનનો છેલ્લો દિવસ છે એવું વિચારવામાં આવે તો જીવન પ્રત્યેનો અને જીવનમાં રહેલા લોકો પ્રત્યેનો અભિગમ બદલી શકે. 
  • આજકાલ કરતાં બ્લોગને છ વર્ષ પૂર્ણ થયાં. છ વર્ષ પ્રમાણે પોસ્ટ બહુ ઓછી થઈ છે. છતાં છ વર્ષ ટકી રહ્યાનો સંતોષ છે. 
  • જ્યારથી દાઢી ઉગી છે ત્યારથી અમે ક્લીન સેવ્ડ જ રહ્યા છીએ. ગયા મહીને દાઢી વધારી હતી અને અમે ઓનલાઈન વેચાતું એક ટ્રીમર પણ પસંદ કરી લીધેલું અને પછીથી દાઢી રાખવાનું પ્લાન પોસ્ટપોંડ કરી દીધું. 
  • ઝરણાં અને સુરભિની પ્રથમ ટેસ્ટ ચાલુ છે અને તેનું છેલ્લું પેપર સોમવારે છે. આજે સાંજે ઘરની બાજુમાં બગીચો છે જ્યાં ગયાં હતાં. 

    blog

    મારી બાજુમાં ઝરણાં, પછી સુરભિ અને છેલ્લે શિલા. એક ફોટોમાં મારી આખી દુનિયા સમાઈ છે.

  • કન્નડા ફિલ્મ રાજકુમાર જોયું. સારું ફિલ્મ છે.ફિલ્મ સારો સંદેશ આપે છે.
  • વુમન ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. બાવીસ બોલમાં ઓગણીસ રણ જોઈએ છે અને ત્રણ વિકેટ બાકી છે, આશા છે કે ટીમ વિશ્વ વિજેતા બનીને ઈતિહાસ રચશે.
-ચંદ્રકાંત માનાણી 
Advertisements

Comments on: "અપડેટ્સ ૨૩" (8)

  1. છ વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ . . સપરિવાર મહેંકતા રહો 🙂
    પહેલીવારમાં કદાચ તણખો ઝરતો હશે , મલકાઈ જવાતું હશે , લપસી પડાતું હશે પણ પ્રેમ તો હંમેશા છેલ્લી અને છવાઈ જનારી જ અનુભૂતિ રહેવાની.

  2. છઠ્ઠી વર્ષગાંઠ મુબારક! વર્ષો-વર્ષ ટકી રહો એવી શુભેચ્છા…

    પ્રેમ હંમેશા પહેલી નજરમાં જ થતો હોય છે. ધીરે ધીરે થાય તેને તો નવી જન્મેલી લાગણીના બંધન કહેવાય. ગમે તે કહો પણ પહેલી નજરનો પ્રેમ હોય છે ઘણો સુંદર… હા, ઉંમર- સંજોગો દરેક વ્યાખ્યાને બદલતા હોય છે. પ્રેમ પણ તેમાંથી બાકાત નથી.

    ફોટો સરસ છે. સુંદર દુનિયા છે આપની..

    • આભાર. ..
      તમારી વાતથી હું પહેલા સહમત હતો. પહેલી નજરવાળા ગીતોય ગમે છે. પણ હવે પહેલી નજરમાં ઘણાય ચહેરા ગમી જાય છે પણ ફિલીંગ્સ પહેલા જેવી નથી રહી એ બદલાઈ ગઈ છે

  3. ચંદ્રકાંતભાઈ, પહેલી જ વાર તમારો બ્લોગ વાંચ્યો, પણ આપનું લખાણ ઘણું ગમી ગયું. અપડેટ્સ ખૂબ ગમ્યા. મને પણ આવું બધું લખવાનું મન થઇ ગયું. તમારો ફેમિલી ફોટો સરસ છે. પહેલી નજરનો પ્રેમ થઇ જાય, પછી એ વ્યક્તિની સાથે જીવન પસાર કરવાની બહુ જ મજા આવે. હવે તમારા બીજા લેખો પણ વાંચીશ.
    મારા બ્લોગ પર તમારી મુલાકાત બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: