મારી લાગણીઓની સરવાણી


 • કોઈ પણ આયોજન વગર ગયા મંગળવારે મેટ્રોની સફર કરી. ૨૦૧૦થી બેંગલોરમાં મેટ્રો સંચાલિત છે, પણ મેટ્રોમાં પ્રવાસ કરવાનું બન્યું નહોતું. મેટ્રોનું આયોજન, ફ્લાય ઓવર માટે ખોદાયેલા રોડ, તૈયાર થયેલા રૂટ, ઓપનીંગ સેરેમની, બધું નજર સામે જ થયું છે. જેપી નગરથી એમ જી રોડ જવું હતું. બે વાગ્યે પ્રવાસ શરુ કર્યો હતો અને અમે એમ જી રોડ અડધા કલાકમાં પહોંચી ગયા. જે પી નગરથી વાયા મેજેસ્ટીક થઈને જવું પડે. ટીકીટના સાડત્રીસ રૂપિયા થયા. જો બસમાં કે રિક્ષમાં ગયા હોત તો સહેજે સવા કલાક જેટલો સમય લાગત. ઓછા રૂપિયે, ઓછા સમયમાં એસીમાં સફરની મજા એટલે નમ્મ મેટ્રો.
  metrointerior

  મેટ્રોના કોચનું ઈંટેરીઅર ..

   

 • મેટ્રો અને મેટ્રો સ્ટેશન એકદમ સ્વચ્છ છે. ના કોઈ ચાયની કીટલી, ના કોઈ પાનનો ગલ્લો, ના સિગારેટ કે બીડીની અણગમતી વાસ કે ના કોઈ ભિખારી. જોઇને એવું લાગ્યું કે જાણે ફોરેન કન્ટ્રીમાં આવી ગયા હોઈએ. 
  metro1

  મેટ્રોમાં મંગળવારના દિવસે બપોરના સમયે પણ ખુબ ગીર્દી હતી. હમણાં ત્રણ કોચમાં મેટ્રો ચાલી રહી છે પણ નજીકના ભવિષ્યમાં જ કોચની સખ્યા વધારવી પડશે. બાજુમાં કોઈ વ્યક્તિમાંથી પસીનાની બદબુ આવતી તો ક્યારેક ક્યાંકથી ખુશ્બુની લહેરખી પણ આવી જતી. લેડીઝ માટે અલગથી વ્યવસ્થા નથી એટલે પુરુષો ગીર્દીનો ગલત ફાયદો પણ લેતા હશે. નજીકના ભવિષ્યમાં લેડીઝ માટે સ્પેશીયલ કોચ બનાવાય તો નવાઈ નહિ.

   

 • મેટ્રો બનાવવામાં લાગેલો સમય અને ખર્ચો વસુલ છે. ઘણાં લોકો મેટ્રોનો લાભ લે છે અને એ લોકો પરોક્ષરીતે પર્યાવરણને મદદરૂપ પણ થાય  છે કારણ કે જો લોકો રીક્ષા, બસ કે પ્રાઇવેટ કારમાં ટ્રાવેલ કરત તો પોલ્યુશનમાં વધારો થાત.
  metro2

  મેટ્રો સ્ટેશનની એક ઝલક..

   

   

  2017-08-05-21-34-34

  એમજી રોડ મેટ્રો સ્ટેશન પર હાથી અને મહાવતનું પુતળું…

   

 • શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સ્કુલના દિવસોમાં શ્રાવણમાસના દર સોમવારે વહેલી રજા આપી દેતા પણ આજ દિ સુધી ખબર ના પડી કે શા માટે વહેલી રજા આપતા. વિથોણથી ભુજ કોલેજ જતા ત્યારે પુંઅરેશ્વરમાં બસ રોકાતી અને બધા શિવાલયમાં દર્શને જતાં. એ યાદગાર દિવસો અમસ્તા યાદ આવી ગયા. તો શ્રાવણમાસ ચાલી રહ્યો છે એટલે થયું ચાલો શિવાલયે જઈએ. ગયા રવિવારે શિવજીને ત્યાં અને આજે ગણેશ અને કાર્તિકનું મંદિર શનમુખા મંદિરે ગયાં હતાં. 
  2017-08-05-21-32-37

  ગયા રવિવારે ઓમકાર હિલમાં બિરાજમાન ભોલેનાથના મંદિરની મુલાકાત લીધી.

  2017-08-05-21-31-39

  મંદિરમાં સ્થિત એક દુકાનમાંથી ઝરણાં પોતાને ગમતું રમકડું ખરીદી રહી છે.

   

   

 •  અને હા, હેપ્પી ફ્રેન્ડશીપ ડે.

  2017-08-06-20-11-29

  આજે શનમુખા મંદિરમાં(આર આર નગર) લાક્ષણિક અદામાં..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: