અપડેટ્સ 28


 • આઈપીએલ પૂરી થઈ ગઈ છે અને વલ્ડ કપની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વર્ષે આઈપીએલમાં ધોનીસેના મારી ફેવરિટ હતી અને જે ટીમનું નેતૃત્વ કે જે ટીમમાં ધોની રમશે, ભવિષ્યમાં પણ એ ટીમ જ આપણી(મારી) ફેવરિટ રહેશે. ફાઈનલમાં છેલ્લા બોલપર હારવાનું કેવું અને કેટલું દુઃખ થાય તે અમે પણ થોડા દિવસો પહેલાં અનુભવ્યું હતું. સમાજમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર ટીમોએ ભાગ લીધેલ અને દસ ઓવરની મેચ. ચાર વર્ષ પહેલાં ટુર્નામેન્ટ રમાયેલી તેમાં વિજેતા બન્યા હતા.

  56167996_2542652385805099_3705184139259936768_n
  દાંત દેખાડતું પ્રાણી એ જ અમે. ખુલાસો એટલા માટે કે પ્રોફાઈલ ફોટા જેવો માણસ શોધવા બેસશો તો બહુ વાર લાગશે. દસ- દસ ઓવરની ચાર મેચ રમતાં તો થાકી જવાયું…

 

 • ભગવાન બુદ્ધ, શ્રી શ્રી રવિશંકર, રજનીશ, ન્યુટન હજુ તો ઘણાંય હશે જેઓને ઓચિંતા જ કોઈ જ્ઞાન લાદ્યું હોય. એવું જ કઈક અમારી સાથે થયું અમને પણ જ્ઞાન મળ્યું ક્રિકેટ રમતાં.. જીવનનાં કેટલાય બોધપાઠ ક્રિકેટમાંથી મળે છે. એમાનું લેટેસ્ટ જ્ઞાન તમારી સાથે વહેંચું છું. ક્રિકેટમાં મને બેટ્સમેનનું પાત્ર ગમે. આપણે દરેક પોતપોતાના જીવનમાં બેટ્સમેન છીએ. સામે દુનિયાભરના બોલરો છે. આપણા જીવનમાં પ્રવેશેલું દરેક પાત્ર કોઈને કોઈ રીતે બોલર હોય છે. રન પણ બનાવવા છે અને આઉટ પણ નથી થવું. એમની બોલિંગને કેવી રીતે રમવી એ જો આવડી જાય તો બસ આ ફેરો સુધારી જાય.

 

 • અબાઉટ ટાઈમ ફિલ્મ વિશે થોડુંસુ ફેસબુક પર લખેલું પણ હજુ એક વાત કહેવાની રહી ગયેલી. આપણો હીરો ટીમને ભૂતકાળમાં જઈને ભૂલ સુધારી આવતાં આવડી ગયું હતું. પણ એકસમય આવે છે જયારે એના પપ્પાની શિખામણ એને યાદ આવે છે કે જીવન એવું જીવો કે કોઈ અફસોસ ના રહે, ભૂતકાળનો કોઈ વિચાર જ ના આવે..કોઈ ભૂલ ના થાય એવી રીતે જીવો. આપણે ભૂતકાળમાં જઈને કાઈ સુધારો કરી શકતા નથી એટલે ફક્ત ભૂલ થઈ ગયાનો અફસોસ રહે છે. કહેવાનો મતલબ એ નથી કે ભૂલ જ ના થાય, થાય પણ જાગ્રત રહો ધ્યાનમાં રહો, એન્જોય કરીને જીવન જીવો તો ભૂતકાળમાં જવાનો પ્રશ્ન જ નહી રહે.

 

 • ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. બધા આતુરતાથી ૨૩મી મેની રાહ જોઈ રહ્યા છીએ. વર્ષ ૨૦૧૯થી બે જ આશાઓ છે. એક વલ્ડ કપ ફાઈનલમાં ૨૦૧૧ની જેમ જ ધોની સિક્સર મારીને જીતાવે અને લોકસભાની આ ચૂંટણીમાં મોદી સરકારની ફરી એકવખત બહુમતીથી રચના થાય.

 

2 thoughts on “અપડેટ્સ 28

 1. આપના જીવનમાં આવતા દરેક બોલર દ્વારા ફેંકાયેલા બોલને બાઉન્ડ્રી સુધી પહોંચાડો એવી શુભેચ્છાઓ!

  અને.. આવશે તો મોદી જ. 😉

  1. શુભકામનાઓ બદલ આભાર.
   પણ ઘણી વખત એવું થાય છે કે અમારું ફોર્મ સારું હોય અને ચોકા છક્કા લગાવીએ તો સામેથી પછી બાઉન્સર અને યોર્કર ને એવી બધી નેગેટિવ બોલિંગ થાય…પણ અમે પણ દિવાળી(આઇપીએલ)ઓ જોઈ છે, અમે સંભાળી લઈએ છીએ😉

   બાકી આવશે તો મોદી જ!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s